દાહોદ જિલ્લામાં કોરોનાના કેસોનો રાફડો ફાટ્યો:આજે વધુ 93 નવા કેસોના વધારાથી ખળભળાટ:આજે વધુ 5 લોકો મોતને ભેટ્યા 

Editor Dahod Live
2 Min Read

 જીગ્નેશ બારીયા :- દાહોદ 

દાહોદ જિલ્લામાં કોરોનાના કેસોનો રાફડો ફાટ્યો:આજે વધુ 93 નવા કેસોના વધારાથી ખળભળાટ:આજે વધુ 5 લોકો મોતને ભેટ્યા

દાહોદ તા.૨૧

દાહોદ જિલ્લામાં આજે પણ રેકોર્ડ બ્રેક કોરોના દર્દીઓ સામે આવ્યાં છે. આજે એકજ દિવસમાં ૯૩ કોરોના સંક્રમીત દર્દીઓ નોંધાયાં છે. આ સાથે કોરોનાનો કુલ આંકડો ૪૦૫૧ને પાર કરી ચુંક્યો છે ત્યારે આજે વધુ ૦૫ દર્દીઓએ કોરોનાથી દમ તોડી મોતને ભેટતાં જિલ્લામાં કોરોનાથી કુલ મૃત્યું આંક ૧૬૬ને પાર કરી ચુંક્યો છે.

આર.ટી.પી.સી.આર.ના ૯૮૯ પૈકી ૭૨ અને રેપીટ ટેસ્ટના ૨૨૧૦ પૈકી ૨૧ મળી આજે કુલ ૯૩ કોરોના પોઝીટીવ કેસો નોંધાયાં છે. આ ૯૩ પૈકી દાહોદ અર્બનમાંથી ૨૦, દાહોદ ગ્રામ્યમાંથી ૧૨, ઝાલોદજ અર્બનમાંથી ૧૪, ઝાલોદ ગ્રામ્યમાંથી ૨૭, દેવગઢ બારીઆ અર્બનમાંથી ૦૨, દેવગઢ બારીઆ ગ્રામ્યમાંથી ૦૩, લીમખેડામાંથી ૦૫, સીંગવડમાંથી ૦૩, ગરબાડામાંથી ૦૩, ધાનપુરમાંથી ૦૧, ફતેપુરમાંથી ૦૨ અને સંજેલીમાંથી ૦૧ કેસનો સમાવેશ થાય છે. વધતાં કેસોની સામે રાહતના સમાચાર એ પણ છે કે, રોજેરોજ કોરોનાથી સાજા થતાં દર્દીઓની સંખ્યામાં પણ વધારો જાેવા મળી રહ્યો છે. આજે એકસાથે ૩૮ દર્દીઓ કોરોનાથી સાજા થતાં તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી ત્યારે એક્ટીવ કેસોની સંખ્યા વધતાં ચિંતાનો માહોલ જાેવા મળી રહ્યો છે અત્યાર સુધી જિલ્લામાં કુલ ૫૧૭ લોકો કોરોનાની સારવાર લઈ રહ્યાં છે. આજે ગુજરાતના મુખ્યમંત્રી દાહોદની મુલાકાતે આવ્યાં હતાં અને વધતાં કોરોના કેસોનો તાજ મેળવી જરૂરી સુચનો સહિત આયોજન પણ કરવાના આદેશો આપવામાં આવ્યાં છે.

———————–

Share This Article