દાહોદ જીલ્લામાં પુનઃ લોકડાઉનની અફવાએ પાન મસાલા (વિમલ) ના ભાવોમાં વધારો:હોલસેલના વેપારીઓ દ્વારા કૃત્રિમ અછત ઉભી કરી હોવાના આક્ષેપો…

Editor Dahod Live
1 Min Read

પ્રિતેશ પંચાલ :- લીમડી 

દાહોદ જીલ્લામાં પુનઃ લોકડાઉનની અફવાએ પાન મસાલા (વિમલ) ના ભાવોમાં વધારો:હોલસેલના વેપારીઓ દ્વારા કૃત્રિમ અછત ઉભી કરી હોવાના આક્ષેપો

લીમડી તા.09

દાહોદ જિલ્લામાં હાલ કોરાના સક્રમણના કેસો વધતા ફરી એક વાર લોકડાઉન આવશે તેવી લોકોમાં અફવા ફેલાઈ રહી છે.જેના પગલે પાન મસાલાના હોલસેલના વેપારીઓ દ્વારા તગડી કમાણી કરવા માટે ફરી એક મોટા પ્રમાણમાં પાન મસાલા તમાકુ નો જથ્થો સંગ્રહ કરી કૃત્રિમ અછત ઉભી કરી વિમલના પેકેટના ભાવોમાં વધારો કરી દીધો છે. અત્રે ઉલ્લેખનીય છે. કે ગત વર્ષે લોકડાઉન દરમિયાન વિમલનો બોક્સના 1,50,000 સુધીનુ વેચાણ થયેલ ત્યારે ફરી એક વાર આવે સ્થિતિ ન સર્જાય તે માટે સરકારી તંત્ર દ્વારા આવા કાળાબજારી કરતા હાલસેલના વેપારીઓ સામે કાયદેસરના પગલા ભરે તેવી છુટક વેચાણ કરી પેટીયુ રળતા નાના વેપારીઓની માંગ ઊઠવા પામી છે.

Share This Article