દાહોદ શહેરના ગોવિંદનગર વોર્ડ નંબર 4 માં આરોગ્ય વિભાગ તેમજ ભાજપ દ્વારા સ્વામી વિવેકાનંદ સંકુલ ખાતે વેક્સીનેશનનો કાર્યક્રમ યોજાયો 

Editor Dahod Live
1 Min Read

 જીગ્નેશ બારીયા :- દાહોદ 

દાહોદ શહેરના ગોવિંદનગર 4 માં આરોગ્ય વિભાગ તેમજ ભાજપ દ્વારા સ્વામી વિવેકાનંદ સંકુલ ખાતે વેક્સીનેશનનો કાર્યક્રમ યોજાયો

દાહોદ તા.04

દાહોદના પ્રસંગ પાર્ટી પ્લોટ ખાતે આજરોજ આરોગ્ય વિભાગ તેમજ ભાજપના ચારેય કાયન્સિલરો દ્વારા કોરોનાં વેકસીનેસનનું કાર્યક્રમ યોજવામાં આવ્યું હતું.જેમાં મોટી સઁખ્યામાં ઉત્સાહભેર રીતે કોરોનાંની રસી મુકાવી હતું.દાહોદ નગરપાલિકા પ્રમુખ રિનાબેન પંચાલ જણાવે છે.કે જ્યારે આખા ભારત દેશમાં કોરોનાં રસીકરણનું અભિયાન ચાલી રહ્યું છે.તેવામાં ગુજરાત રાજ્યમાં તેમજ દાહોદ શહેરમાં પણ કોરોના રસિકરણનું કાર્યક્રમ ખુબજ ઝડપી અને સુરક્ષીત રીતે રસિકરણની અભિયાન ચાલી રહ્યું છે.જેમાં આજરોજ દાહોદના વૉર્ડ નંબર 4 ના ભાજપા પરિવાર તેમજ આરોગ્ય વિભાગ દ્વારા દાહોદના પ્રસગ પાર્ટી પ્લોટ ખાતે રાખવામા આવેલ રસીકરણ અભિયાનમાં હાલ સુધી 350 થી વધુ લોકોને રસીકરણ કરવામાં આવેલ છે.જેમાં સાંજ સુધી આંકડો 500 થી વધુ પહોંચી શકે છે.તેમજ લોકોને ખોટા દુશપ્રચાર થી દૂર રહી કોરોનાની રસીકરણ અભિયાનમાં સહભાગી બનવા અપીલ કરવામાં આવી હતી.

Share This Article