Thursday, 07/11/2024
Dark Mode

ઇન્દોર -અમદાવાદ નેશનલ હાઇવે પર તેલના ટેન્કરે મજૂરો ભરેલા ટ્રેક્ટરને અડફેટે લેતા ત્રણ મજૂરોના ઘટનાસ્થળે કમકમાટીભર્યા મોત:6 જેટલાં મજૂરો ઘાયલ,બેને વડોદરા રીફર કર્યા

ઇન્દોર -અમદાવાદ નેશનલ હાઇવે પર તેલના  ટેન્કરે મજૂરો ભરેલા ટ્રેક્ટરને અડફેટે લેતા ત્રણ મજૂરોના ઘટનાસ્થળે કમકમાટીભર્યા મોત:6 જેટલાં મજૂરો ઘાયલ,બેને વડોદરા રીફર કર્યા

જીગ્નેશ બારીઆ/દીપેશ દોશી @ દાહોદ 

ઇન્દોર-અમદાવાદ નેશનલ હાઇવે પર સર્જાયો ગંભીર અકસ્માત, ગોધરા તરફથી પુરપાટ આવી રહેલા પામોલીન તેલ ભરેલા ટેન્કરે ટ્રેક્ટરને મારી પાછળથી ટક્કર, ટ્રેક્ટરમાં સવાર 25થી 30 મજૂરો પૈકી ત્રણના ઘટનાસ્થળે કમકમાટીભર્યાં મોત નિપજ્યા, છ જેટલાં મજૂરો માર્ગ અકસ્માતમાં  ઘાયલ થતા તેઓને ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડ્યા, બેની હાલત નાજુક જણાતા વડોદરા રીફર કરાયાં, ટ્રેક્ટરમાં સવાર મજૂરો ઝારખંડના રહેવાસી તેમજ પીએસપી કંપનીમાં મંજુર તરીકે કામ કરતા હતા, ઝાયડસ હોસ્પિટલમાં નિર્માણાધીન બિલ્ડીંગમાં મજૂરી કામ કરતા મજૂરો રાત્રે નિમનળિયાં ઝાયડસ કોલેજ ખાતેના ક્વાટર્સમાં જતા નડ્યો અકસ્માત, ટેન્કર ચાલક તેમજ ક્લીનરનો કોઈ અતોપત્તો નહિ, માર્ગ અકસ્માત બાદ નેશનલ હાઈવેનો એક તરફનો માર્ગ પોલીસે ટૂંક સમય માટે થોબાવી દીધો, ટેન્કરને ક્રેન મારફતે ઉઠાવી માર્ગ ખુલ્લો કર્યો 

દાહોદ તા.31

દાહોદ તાલુકાના મુવાલિયા ક્રોસિંગ ખાતે અમદાવાદ ઇન્દોર નેશનલ હાઇવે પર ગોધરા તરફથી પુરઝડપે આવી રહેલા પામોલીન તેલ ભરેલ ટેન્કરે 25 જેટલા મજુરો ભરેલ ટ્રેકટરને  અડફેટમાં લેતા આ ગોઝારા માર્ગ અકસ્માતમાં ટ્રેકટરમાં સવાર 3 મજુરોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા ના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે.ત્યારે  છ જેટલા મજૂરો ગંભીર રીતે ઘાયલ થતા તેઓને નજીકની હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાતા બે મજૂરોની હાલત ગંભીર જણાતા તેઓને વધુ સારવારઅર્થે વડોદરા ખાતે મોકલ્યા હોવાનું જાણવા મળેલ  છે

પ્રાપ્ત માહિતી અનુસાર આજરોજ રાત્રિના સાઢા નવ વાગ્યાની આસપાસના સમયગાળા દરમિયાન ગોધરા તરફથી પુરપાટ દોડી આવી રહેલ પામોલીન તેલ  ભરેલ ટેન્કરના ચાલકે પોતાના કબજાનો ટેન્કર પૂરઝડપે અને ગફલત રીતે હંકારી લાવતા તે સમયે ત્યાંથી એક ટ્રેક્ટરમાં  સવાર આશરે 25 જેટલા મજુરો  ટ્રેક્ટર ત્યાંથી પસાર થઈ રહ્યું હતું આ ટ્રેક્ટરને પામોલીન તેલ ભરેલા ટેન્કરના ચાલકે અડફેટમાં લેતા જોતજોતામાં ગમ્ખવાર માર્ગ અકસ્માતે નિર્માણ લીધું હતું આ અકસ્માત એટલો ભયંકર હતો કે મજૂરો ટ્રેક્ટરમાંથી ફંગોળાઈ જમીન પર ફંગોળાયા લાગ્યા હતા જેમાંથી કેટલાક મજૂરો ટેન્કરની નીચે દબાઈ જતા શરીરનો કચ્ચરઘાણના દ્રશ્યો પણ સર્જાયા હતા આ માર્ગ અકસ્માતમાં મળતી માહિતી પ્રમાણે ત્રણ મજુરોના ઘટનાસ્થળે પ્રાણ પંખેરૂ ઉડી જવા પામ્યા હતા વધુમાં જાણવા મળ્યા અનુસાર આ મજૂરો દાહોદ નિર્માણાધીન ઝાયડસ હોસ્પિટલ ખાતે મજૂરી કરતા હતા અને રોજની માફક મજુરી કામ કરી પરત દાહોદ તાલુકાના નિમનલિયા ખાતે આવેલ ઝાયડસ મેડિકલ કોલેજમાં આ મજૂરો રોકાતા જ્યાં આવી રહ્યા હતા આ ગોઝારા માર્ગ અકસ્માતની જાણ દાહોદ પોલીસ ઇમરજન્સી 108, તેમજ અગ્નિશામક દળ ના ફાયટરોને થતા તેઓનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલ મજૂરોને નજીકની હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી હતી જ્યાં બે મજૂરોની હાલત ગંભીર જણાતા તેઓને વધુ સારવારઅર્થે વડોદરા ખાતે મોકલી દેવામાં આવ્યા હતા.ત્યારે હાલ ટેન્કરનો ચાલક અને ક્લીનર નો કોઈ અતોપતો મળ્યો નથી ત્યારે આ માર્ગ અકસ્માતના સમાચાર વાયુવેગે જિલ્લામાં પ્રસરતા ચકચાર મચી જવા પામી  છે

error: Content is protected !!