ઝાલોદ તાલુકાના ઘોડિયા ગામે રોજહેર ફળિયામાં પ્રાથમિક શાળા નજીક એક ફૂટ જેટલો લાંબો અજગર ફરતો હોવાનું બાળકો જોતા જ બૂમાબૂમ મચી ગઈ હતી અને વનવિભાગ ને જાણ કરાતા પ્રાણી ક્રૂરતા નિવારણ સમિતિના સભ્યો અશ્વિનભાઈ પટેલ દ્વારા ચાલાકી થી અજગરને ઝડપી પાડયો હતો અને યોગ્ય જગ્યાએ છોડી મૂકવામાં આવ્યો હતો.
ઝાલોદ તાલુકાના ઘોડિયા ગામે રોજહેર ફળિયા પ્રાથમિક શાળા નજીક મંગળવાર ના રોજ લાંબો અજગર ફરતો હોવાનું વિદ્યાર્થીઓની નજરે પડતાં બૂમાબૂમ મચી હતી જેમાં ગ્રામજનો પણ દોડી આવ્યા હતા અને વનવિભાગને જાણ કરી હતી તેમજ પ્રાણી ક્રૂરતા નિવારણ સમિતિના સભ્ય અને પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવતા અશ્વિનભાઈ પટેલ ની જાણ થતાં જ તાત્કાલિક સ્થળ પર જઇ ચાલાકીથી અજગરને ઝડપી પાડયો હતો અને ગ્રામજનો, વન વિભાગના કર્મચારીઓ ના સહયોગથી અજગરને પકડી યોગ્ય જગ્યાએ સલામત છોડી મૂકવામાં આવ્યો હતો 11 ફૂટ જેટલો લાંબો અજગર હોવાનું વનવિભાગે જણાવ્યું હતું.