Wednesday, 12/02/2025
Dark Mode

કલેક્ટરશ્રીના જાહેરનામાંના ભંગ કરવા બદલ બે દુકાનદારો વિરુદ્ધ કાર્યવાહી કરતુ નગરપાલિકા તંત્ર:એક દુકાનને સીલ મારી એકનું લાયસન્સ જપ્ત કરી દંડ ફટકાર્યું

કલેક્ટરશ્રીના જાહેરનામાંના ભંગ કરવા બદલ બે દુકાનદારો વિરુદ્ધ કાર્યવાહી કરતુ નગરપાલિકા તંત્ર:એક દુકાનને સીલ મારી એકનું લાયસન્સ જપ્ત કરી દંડ ફટકાર્યું

જીગ્નેશ બારીયા/રાજ ભરવાડ @ દાહોદ

દાહોદ તા.૨૩
દાહોદ શહેરમાં સવારથી જ પાલિકા તંત્ર તેમજ વહીવટી તંત્ર દ્વારા દુકાનો બંધ કરવાના એલાનો કરી દેવામાં આવ્યા છે ત્યારે આ વચ્ચે શહેરમાં આવેલ નરેશ નામક કાપડનો દુકાનદાર પોતાની દુકાનને અડધી બંધ રાખી વેપાર ધંધો કરતો હોઈ આ બાબતની જાણ પાલિકા તંત્રને થતાં ત્યા આવી પહોંચી હતી. જાણવા મળ્યા અનુસાર, આ પહેલા આજે આ દુકાનદારને પાલિકા તંત્ર દ્વારા બંધ રાખવા અનેકવાર ટકોર પણ કરી હતી પરંતુ આ દુકાનદાર ટસનો મસ ના થઈ દુકાન ચાલુ રાખતા આખરે પાલિકા તંત્ર દ્વારા ભારે આક્રોશ સાથે આ દુકાનને ૩૧મી માર્ચ સુધી સીલ કરી દેવાતાં પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. આવી જ રીતે ભોઈવાડામાં પણ એક કાપડના દુકાનદારને નોટીસ તેમજ દંડ ફટકારી દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી.

error: Content is protected !!