Wednesday, 28/07/2021
Dark Mode

કલેક્ટર કચેરી પરિસરમાં 2500 ની લાંચ લેતા લાયસન્સી સર્વેયર સહિત બેને ઝડપી પાડતી એસીબી

કલેક્ટર કચેરી પરિસરમાં 2500 ની લાંચ લેતા લાયસન્સી સર્વેયર સહિત બેને ઝડપી પાડતી એસીબી

દાહોદ ડેસ્ક તા.૨૧
દાહોદની કલેક્ટર કચેરી કમ્પાઉન્ડમાં આવેલ જમીન સર્વે ભવન ઓફીસમાં  અરજદારો પાસેથી કાયદેસરની ફી ઉપરાંત વધારાના ૩ થી ૪ હજાર લેવામાં આવતા હોવાની માહીતી દાહોદ એ.સી.બી.પોલિસના ઈન્સ્પેક્ટર એ.કે.વાઘેલા તથા તેમની ટીમને માહિતી મળતાં આજરોજ આ સ્થળે છટકુ ગોઠવતાં લાયસન્સી સર્વેયરનો કર્મચારી તથા એક ખાનગી વ્યક્તિ પૈકી ખાનગી વ્યક્તિની ૨૫૦૦ ની લાંચ લેતા રંગે હાથે એસીબી પોલીસે ઝડપી પાડ્યાના બનાવે દાહોદ જિલ્લામાં ખળભળાટ મચાવી મુક્યો છે.
એસીબી દાહોદના પોલીસ ઈન્સ્પેક્ટર એ.કે.વાઘેલા તથા તેમની ટીમને આધાર ભુત માહિતી મળેલ જેમાં જમીન દફતરની કચેરી,દાહોદમાં પોતાના કામ માટે આવતાં અરજદારો પાસેથી કાયદેસરની ફી ઉપરાંત ૩૦૦૦ થી ૪૦૦૦ વધારે લેવામાં આવે છે તે માહિતીના આધારે આજરોજ એક ડીકોયરની મદદ લઈ ડીકોય છટકુ ગોઠવતાં જેમાં આ કામના ડીકોયરની બાન્ડીબાર ગામમાં આવેલ જમીનની માપણી કરાવવાની હોય તે માટે અરજી આપતાં લાયસન્સી સર્વેયર સાથે મદદમાં કામ કરતાં કલ્પેશકુમાર ભારતાભાઈ ભમાત(ખાનગી વ્યક્તિ ) અને પ્રગ્નેશકુમાર ભુરાભાઈ ભમાત (લાયસન્સી સર્વેયર) એકબીજાના મેળાપીપણામાં કાયદેસરની થતી ફી રૂ.૨૪૦૦ ઉપરાંત ૨૫૦૦ માંગી,સ્વીકારી ડીકોય છટકા દરમ્યાન કલ્પેશકુમાર ભારતભાઈ  ભમાત એસીબીના છટકામાં રંગેહાથે ઝડપાઈ જવા પામ્યો હતો. આ કેસમાં દાહોદ એસીબી પોલીસે ગુનો  નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!