Sunday, 08/09/2024
Dark Mode

શહેર સહીત જિલ્લામાં “મહાશિવરાત્રી”નો પર્વ ભક્તિભાવ ની વચ્ચે ધામધુમથી ઉજવાયો: શિવાલયો બમ બમ ભોલેના ગગનભેદી નાદથી ગુંજી ઉઠ્યા

શહેર સહીત જિલ્લામાં  “મહાશિવરાત્રી”નો પર્વ ભક્તિભાવ ની વચ્ચે ધામધુમથી ઉજવાયો: શિવાલયો બમ બમ ભોલેના ગગનભેદી નાદથી ગુંજી ઉઠ્યા

દાહોદ તા.૨૧

મહાશીવરાત્રી પર્વ નિમિત્તે આજરોજ દાહોદ શહેરમાં શીવ ભક્તોએ આ પર્વની ધામધુમ પુર્વક ઉજવણી કરી હતી. સવારથી જ શહેરના શિવાલયો બમબમ ભોલેના નાદથી ગુંજી ઉઠ્યા હતા. શિવજીના દર્શન કરવા મંદિરોમાં મોટી સંખ્યામાં શીવભક્તોની કતારો પણ જોવા મળી હતી. સાજ પડતા મંદિરોને ભવ્ય રોશનીથી શણગારી  દેવામાં આવ્યા હતા અને ઘણા મંદિરો ખાતે ભજન સંધ્યા સહિત ભંડારા તેમજ પ્રસાદીનું આયોજન પણ કરવામાં આવ્યું હતુ. ભગવાન શીવનો તહેવાર એટલે મહાશીવરાત્રી. આ પર્વની દાહોદશહેરવાસીઓ ઉત્સાહ,ઉમંગ અને આદ્યાત્મિક  રીતે ભવ્ય ઉજવણી કરી હતી. શહેરના શિવાલયોમાં સવારથી જ શીવજીના દર્શન તેમજ પુજા અર્ચના કરવા શીવભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. શીવલીંગ પર ફુલ,જળ,દુધ,દહીં, બીલીપત્ર વિગેરે ચઢાવી શીવભક્તોએ પોતાની મનોકામના પુર્ણ કરી હતી. શહેરના સિંધી સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શીવજીની ભવ્ય શોભાયાત્રા કાઢી હતી. શોભાયાત્રાએ ખાસ્સુ આકર્ષણનું કેન્દ્ર પણ જમાવ્યું હતુ. આ શોભાયાત્રા ગોદી રોડથી પ્રારંભ થઈ શહેરના સિંધી સોસાયટી પહોંચી હતી જ્યા સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને જ્યા શીવભક્તો દ્વારા અનેકવિધ કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતા. શહેરના ઘણા શિવમંદિરો ખાતે ભજન સંધ્યા, હવન, મહા આરતી, પ્રસાદી, ભંડારા જેવા એનક વિધ કાર્યક્રમ યોજાયા હતા.ત્યારે દેવગઢબારિયા નગરમાં મહાશિવરાત્રિ પર્વે ની ધામધૂમપૂર્વક ની ઉજવણી શિવાલયોમાં શિવ ભક્તો ની ભારે ભીડ જોવા વહેલીહતી.સવારથી બમ બમ ભોલે ના નાદ થી શિવમંદિર ગુંજી ઉઠયાં હતા.દે નગરના પોરણીક તેવા પાતાળેશ્વર મહાદેવ અને બળિયાદેવ મંદિરમાં શિવભક્તોનો ઘસારો જોવા મળ્યો હતો.દેવગઢ બારીયા નગર મા મહાશિવરાત્રિ પર્વની ધામધૂમપૂર્વક ભક્તિમય ઉજવણી કરવામાં આવી હતી. દાહોદ જિલ્લાના દેવગઢબારિયા નગરમાં આવેલા પોરણિક તેવા પાતાળેશ્વર મહાદેવ અને બળીયાદેવ મંદિર એ બારિયા તાલુકાના પ્રાચીન મંદિરો છે. જેમાં નગરજનો તેમજ તાલુકાના શિવભક્તો આ મંદિર ઉપર મહાશિવરાત્રી પર્વને લઇ પૂજા અર્ચના કરવા આવે છે. ક્યારે આ શિવ મંદિરમાં મહાશિવરાત્રી પર્વને લઇ શિવભક્તો એ શિવાલયોમાં અવનવો શનગાર કરી મંદિરો સુશોભિત કરી વહેલી સવારથી જ નગર જાણે શિવમય બન્યું હોય તેમ શિવભક્તો બમ બમ ભોલેના નાદ સાથે ભગવાન શિવ ની પૂજા અર્ચના કરી દૂધ પાણી બિલી પત્ર અબીલ ગુલાલ કાળા તલ જેવી પૂજા સામગ્રી ભગવાન ને ચઢાવી મહાઆરતીનો લાહવો લઇ ભગવાન શિવની પ્રસાદી તરીકે ભાંગ નો પ્રસાદ લઇ શિવભક્તો એ ધન્યતા અનુભવી હતી આમ નગર મા મહાશિવાત્રિના પર્વ ની ધામધૂમ પૂર્વ ઉજવણી કરવામાં આવી હતી.

ફતેપુરાના કામેશ્વર મહાદેવ મંદિરે ભક્તોની ભારે ભીડજોવા મળી ફતેપુરા ની આજુબાજુ આવેલા દરેક શિવાલયોમાં હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠયા હતા

મહા મહિનાની વત તેરસ એટલે મહા શિવરાત્રી કહેવાય છે શિવપુરાણમાં સ્વયં શિવજીએ કહ્યું છે કે હું મહાશિવરાત્રીના દિવસે પૃથ્વી પરના મારા તમામ લિંગ સ્વરૂપનું જ્યોતિ રૂપે પ્રગટ થઈ અને ભક્તોનું કલ્યાણ કરીશ ભગવાન શિવને મહાદેવ પણ કહે છે કારણ કે એ સર્વ દેવોના પણ દેવ છે શિવની આંસુતોષ શિવજી ભોલેનાથ મહાકાલ સોમેશ્વર વગેરે અસંખ્ય નામો દ્વારા ઓળખવામાં આવે છે દર સાલ મહા વદ ચૌદસને દીવસે આવતું મહાશિવરાત્રિનું ઉત્સવ એક મહાઉત્વ ગણાય છે ભગવાન શિવને રીજવવા મંદિરમાં શિવલિંગ ઉપર અભિષેક કરવામાં આવે છે બીલીપત્ર ચડાવવામાં આવે છે તો સવારથી જ મોટી સંખ્યામાં લોકો ભગવાન શિવની આરાધના કરતા જોવા મળ્યા હતા.

error: Content is protected !!