Friday, 06/12/2024
Dark Mode

દે.બારીયાના પીપલોદ નજીક ઇંદોર-અમદાવાદ નેશનલ હાઇવે પર કાળમુખી ટ્રકની અડફેટે મહિલા પોલિસ કર્મીનું મોત:પોલિસ બેડા સહિત મૃતકના પરિવારજનોમાં ગમગીની છવાઈ

દે.બારીયાના પીપલોદ નજીક ઇંદોર-અમદાવાદ નેશનલ હાઇવે પર કાળમુખી ટ્રકની અડફેટે મહિલા પોલિસ કર્મીનું મોત:પોલિસ બેડા સહિત મૃતકના પરિવારજનોમાં ગમગીની છવાઈ

 મઝહર અલી મકરાણી @ દે.બારીયા 

દેવગઢ બારિયા પોલીસ મથકમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલનો માર્ગ અકસ્માત સર્જાતાં ઘટના સ્થળે મોત,બે વર્ષ અગાઉ પ્રેમલગ્ન કર્યા હતા,પતિ-પત્ની બંને પોલીસમાં નોકરી કરતા હતા,ભથવાડા ટોલનાકા પર નોકરી હોવાથી ઘરેથી એકટીવા લઈને નીકળેલી મહિલા કોન્સ્ટેબલને ટ્રકે અડફેટમાં લેતા ઘટના સ્થળે મોત નિપજતાં પોલીસ બેડામાં ગમગીની છવાઈજવા પામી હતી.

દે.બારીયા તા.22

દેવગઢ બારીયા પોલીસ મથકે મહિલા કોન્સ્ટેબલ તરીકે અલકા રમેશ ભાઈ પટેલ બકલ નંબર 722 જેના લગ્ન બે વર્ષ અગાઉ પોલીસ મથકમાં ફરજ બજાવતા કલ્પેશ પટેલ સાથે પ્રેમલગ્ન કર્યા હતાત્યારે બંને જણા પોલીસમાં ફરજ બજાવતા હોવાથી એક જ પોલીસ મથકમાં નોકરી કરતા હતા.અને તેઓ એક સાથે ભણતા હતા ત્યારે આજરોજ તારીખ 21 ફેબ્રુઆરીના રોજ સાંજના સમયે કલ્પેશ પટેલની નોકરી પંચેલા ગામના પોઇન્ટ પર હતી જ્યારે અલકા પટેલની નોકરી ભથવાડા ટોલનાકા ઉપર હોય તે સાંજના સમયે પોતાનું એક્ટિવા ગાડી લઈ ને ભથવાડા ટોલ નાકા ઉપર ફરજ બજાવવા ઘરેથી નીકળી હતી ત્યારે રસ્તામાં પિપલોદ નજીક આવેલ વણઝારા હોટલ પાસે બ્રિજ નીચે એક કાળમુખી ટ્રકે પાછળથી આવી અલકાની ગાડીની ટક્કર મારતા તે રોડ ઉપર પડી ગયેલ અને કાળમુખી ટ્રકના તોતિંગ પૈડા તેના ઉપર ફરી વળતાં તેનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું જ્યારે આ બનાવ અંગેની જાણ તેના પતિ તેમજ પોલીસને થતાં તેઓ ઘટના સ્થળ પર દોડી ગયા હતા અને પોલીસે તેના અન્ય પરિવાર જનો ને જાણ કરતા તેઓ પણે આવી પહોંચ્યા હતા ત્યારે અને તેની સાથે ફરજ બજાવતા પોલીસ કર્મીઓ પણ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા.ત્યારે આ બનાવની જાણ પોલીસ ના ઉચ્ચ કર્મી ને થતા તેઓ પણ દોડી આવ્યા હતા ત્યારે મરણ જનાર મહિલા કર્મીની  લાશને પીપલોદ  એચસી ઉપર મોકલી વધુ તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!