Wednesday, 30/04/2025
Dark Mode

મોટરસાઇકલ પર આવેલા લૂંટારુઓએ ફાયનાન્સ કંપનીના કર્મચારીના પૈસાની બેગની ચીલઝડપ કરી ફરાર :પોલીસ પોલીસ તપાસમાં જોતરાઈ

મોટરસાઇકલ પર આવેલા લૂંટારુઓએ ફાયનાન્સ કંપનીના કર્મચારીના પૈસાની બેગની ચીલઝડપ કરી ફરાર :પોલીસ પોલીસ તપાસમાં જોતરાઈ

જીગ્નેશ બારીઆ @ દાહોદ 

  1. દાહોદ તા.૨૨

એક ફાઈનાન્સ કંપનીનો કર્મચારી ફતેપુરાના અલગ અલગ ગામોમાં ફાઈનાન્સ કંપનીના ગ્રાહકો પાસેથી લોનના હપ્તા વસુલ કરી રોકડા રૂ.૨૨,૯૮૧ તેમજ એક ટેબલેટ કિંમત રૂ.૩,૦૦૦ એમ કુલ મળી રૂ.૨૫,૯૮૧ ના મુદ્દામાલ સાથે પરત મોટરસાઈકલ પર સવાર થઈ પોતાની કંપની ખાતે આવી રહ્યો હતો તે સમયે ફતેપુરા તાલુકાના ઢઢેલા ગામે એક મોટરસાઈકલ પર સવાર અજાણ્યા બે ગઠીયાઓએ કર્મચારીની આંખમાં મરચુ નાંખી મુદ્દમાલ ભરેલ થેલો છુટવી નાસી જતાં પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

મહીસાગર જિલ્લાના સંતરામપુર ખાતે આવેલ તરાસના ફાઈનાન્સ કંપનીના કર્મચારી રાજેશકુમાર બાબુભાઈ સોલંકી ગત તા.૨૦મીના રોજ ફતેપુરા તાલુકાના અલગ અલગ ગામોમાં આ કંપનીના ગ્રાહકો જેઓએ લોન લીધેલ હતી તેઓની પાસેથી લોનના હપ્તા ઉઘરાવી કુલ રૂ.૨૨,૯૮૧ રોકડા તેમજ એક ટેબલેટ કિંમત રૂ.૩,૦૦૦ એમ કુલ મળી રૂ.૨૫,૯૮૧ નો મુદ્દામાલ ભરી એક થેલામાં પોતાના કબજાની મોટરસાઈકલ પર લટકાવી ફતેપુરા તાલુકાના ઢઢેલા ગામેથી પસાર થઈ રહ્યા હતા તે સમયે સામેથી એક મોટરસાઈકલ પર સવાર થઈ આવેલા બે અજાણ્યા ચોર લુંટારૂઓએ રાજેશકુમારની મોટરસાઈકલ પર લટકાવેલ રોકડા રૂપીયા ભરેલ બેગને છુટવી નાસી જતા આ સંબંધે રાજેશકુમાર બાબુભાઈ સોલંકીએ ફતેપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!