Monday, 09/09/2024
Dark Mode

ફતેપુરા તાલુકાના પોલિયો કાર્યક્રમની કંથાગર થી શરૂઆત કરાઈ:જિલ્લામાં 35.17 હજાર બાળકોને પોલિયો પીવડાવવાનો લક્ષ્યાંક

ફતેપુરા તાલુકાના પોલિયો કાર્યક્રમની કંથાગર થી શરૂઆત કરાઈ:જિલ્લામાં 35.17 હજાર બાળકોને પોલિયો પીવડાવવાનો લક્ષ્યાંક

હિતેશ કલાલ @ સુખસર 

ફતેપુરા તાલુકા  ના પોલિયો કાર્યક્રમ ની કંથાગર થી શરૂઆત કરાઈ,35.17 હજાર બાળકોને પોલિયો પીવડાવવાનો લક્ષ્યાંક,

સુખસર તા.20

    ફતેપુરા તાલુકામાં ૦ થી પાંચ વર્ષના 35.17હજાર બાળકોને પોલિયોના ટીપા પીવડાવવાનો લક્ષ્યાંક અપાયો છે  કાર્યક્રમની શરૂઆત કંથાગર ગામેથી કરાઇ હતી દાહોદ જિલ્લા યુવા મોરચાના ઉપાધ્યક્ષ બાબુભાઈ અમલીયાર ના હસ્તે કાર્યક્રમની શરૂઆત કરાઈ હતી.

   આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ  અંતર્ગત જિલ્લા આરોગ્ય અધિકારી  ના માર્ગદર્શન હેઠળ ફતેપુરા તાલુકામાં 0 થી  5 વર્ષના 35.17 હજાર બાળકોને પોલિયો ના બે ટીપા પીવડાવવામાં લક્ષ્યાંક અપાયો છે તાલુકા કક્ષાના કાર્યક્રમની કંથાગર ગામેથી શરૂઆત કરાઈ હતી યુવા મોરચાના ઉપાધ્યક્ષ  બાબુભાઈ આમલીયાર ના હસ્તે કાર્યક્રમની શરૂઆત કરાઈ હતી તાલુકા આરોગ્ય અધિકારી ડો. કે આર હાંડા દ્વારા તાલુકામાં 149 બુથ ઊભા કરાયા હતા જેમાં 624 જેટલા કર્મચારીઓ નો સમાવેશ કરાયો છે રવિવારે કેન્દ્રો પર ટીપા પીવડાવવામાં કાર્યક્રમ કરાશે જ્યારે સોમવાર અને મંગળવારના રોજ આરોગ્યની ટીમ દ્વારા ઘરે-ઘરે મુલાકાતો લેવામાં આવશે અને પોલિયો ના કેસ ની તપાસ કરી ટીપા  પીવડાવવાની ની કામગીરી કરાશે તેવું અધિકારીએ જણાવ્યું હતું.

error: Content is protected !!