પ્રાપ્ત વિગતો મુજબ ફતેપુરા તાલુકાના સુખસર પાસે આવેલ એક ગામડાના ઘટક-૨ માં આંગણવાડી સંચાલિકા તરીકે ફરજ બજાવતી ૪૫ વર્ષીય પરિણીતાના ગત ૨૦ વર્ષ અગાઉ સુખસર પાસે આવેલ એક ગામડાના યુવાન સાથે સમાજના રિવાજ મુજબ લગ્ન થયેલ હતા. અને હાલ તેઓને સંતાનમાં બે પુત્રો તથા એક પુત્રી છે.અને પતિ-પત્ની નો ઘર સંસાર સારી રીતે ચાલતો આવેલ છે. જ્યારે પરિણીતાના પતિ સહિત તેનો એક પુત્ર ગત સપ્ટેમ્બર માસમાં જુનાગઢ બાજુ મજુરી ગયેલ હતા. જ્યારે એક પુત્ર તથા એક પુત્રી સાથે પરિણિતા ઘરે હતી.અને આ પરણિતા ગામમાં જ આંગણવાડી કેન્દ્રમાં આંગણવાડી સંચાલિકા તરીકે વર્ષોથી ફરજ બજાવી રહેલ છે.આ આગણવાડી સંચાલિકા ગત ૧૦ ઓક્ટોબર-૨૦૨૦ ના રોજ ઘરના સભ્યોને સુખસર કપડા સીવડાવવા જાઉં છું,તેમ જણાવી બપોરના બે વાગ્યાના અરસામાં કપડા લઇ ઘરેથી નીકળેલ.ત્યારબાદ આ પરણિતા મોડા સુધી પરત ઘરે નહીં ફરતા તેની પરિચિતો તથા સગા સંબંધીઓમાં ભાળ મેળવવા છતાં તેનો કોઇ પત્તો લાગ્યો ન હતો.જેથી તેની જાણ મજુરી કામે ગયેલા પરિણીતાના પતિ ને કરવામાં આવી.પરિણીતાના પતિએ પણ તમામ જગ્યાએ શોધખોળ કરવા છતાં આજદિન સુધી શંકાસ્પદ રીતે ગુમ થયેલ મહિલાની કોઇ ભાળ મળી ન હોવાનું જાણવા મળે છે.