Wednesday, 12/02/2025
Dark Mode

સાગડાપાડામાં મહિલાની ગળું દબાવી હત્યા: વહેલી સવારે ઘરના આંગણામાંથી લાશ મળી આવી:પોલિસ તપાસમાં જોતરાઈ

સાગડાપાડામાં મહિલાની ગળું દબાવી હત્યા: વહેલી સવારે ઘરના આંગણામાંથી લાશ મળી આવી:પોલિસ તપાસમાં જોતરાઈ

 હિતેશ કલાલ @ સુખસર 

સુખસર તા.18

સાગડાપાડા માં મહિલાની ગળું દબાવી હત્યા: વહેલી સવારે ઘરના આંગણામાંથી લાશ મળી આવી,પોલીસે સુખસર સરકારી દવાખાનામાં પોસ્ટમોર્ટમ કરાવતાં હત્યા થઈ હોવાની પુષ્ટી થઇ,બે પુત્રી અને પતિ બહારગામ મજુરી ગયેલા હતા. પત્ની નાના બાળક સાથે ઘરે રહેતી હતી.

સુખસર તા.18

ફતેપુરા તાલુકાના સુખસર નજીક આવેલા સાગડાપાડા ગામે વહેલી સવારે ઘરના આંગણામાંથી એક મહિલાની લાશ મળી આવી હતી પોલીસને જાણ કરાતા પોલીસ લાશનો કબજો લઇ સુખસર સરકારી દવાખાને પોસ્ટમોર્ટમ કરાવતાં ગળુ દબાવી હત્યા કરી હોવાનો પ્રાથમિક રિપોર્ટ આવતા હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

   પ્રાપ્ત માહિતી અનુસાર ફતેપુરા તાલુકાના સુખસર ગામ નજીક આવેલા સાગડાપાડા ગામે બુધવારની વહેલી સવારે કિરીટભાઈ આમલીયાર ના ઘરના આંગણામાં તેમની જ પત્નીની લાશ પડેલી મળી આવી હતી સુખસર પોલીસને જાણ કરતા ડીવાયએસપી જાદવ પી.એસ.આઇ બારીયા સહિતનો કાફલો સ્થળ પર આવી પહોંચ્યો હતો અને ઝીણવટ ભરી તપાસ હાથ ધરી હતી  લાશનો કબજો લઇ સુખસર સરકારી દવાખાને પોસ્ટમોર્ટમ માટે લઈ જવાઈ હતી જ્યાં પેનલ પોસ્ટમોર્ટમ બાદ મહિલાની ગળુ દબાવી હત્યા કરાઇ હોવાનો પ્રાથમિક રિપોર્ટના આધારે હત્યાનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી હત્યાની ઘટનાને લઇ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહેતી અર્થે વધુ પોલીસ કાફલો  ખડકી દેવાયો હતો. મૃતક મહિલા તેના સાતેક વર્ષ જેટલા બાળક સાથે રહેતી હોવાનું જાણવા મળ્યું હતું જ્યારે તેનો પતિ અને બે પુત્રીઓ બહારગામ મજૂરી અર્થે ગયેલા હોવાનું પણ જાણવા મળ્યું હતું. હત્યા કોણે કરી અને કયા કારણોસર કરાઈ તે દિશા તરફ પોલીસે સઘન તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું હતું.જોકે સાગડાપાડા ગામની મુતક મહિલા એ એના ઘર આગળ મંદિર બનાવડાવ્યું હતું અને તે પોતે મેલી વિદ્યાનો અને દોરાધાગા કરવાનું કામ કરતી હોવાથી આ વિસ્તારની પ્રજા મહિલાને માતાજી તરીકે ઓળખતી હતી તેમજ ફતેપુરા તાલુકાના બારસાલેડા ગામનો એક ભુવો આ મહિલા સાથે અન્ય જગ્યાઓ પર દોરાધાગા કરવા પણ જતો હોવાનું પ્રજામાં ચર્ચાતું હતું મૃતક મહિલા એ પગે પહેલા ચાંદીના છડા પણ મળી આવ્યા ન હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે આ દિશા તરફ તપાસ હાથ ધરી હોવાનું જણાવ્યું છે.

error: Content is protected !!