સંતરામપુર ચાલુ કોર્ટમાં બે મહિલાઓએ વકીલને લાફો ઝીકી દેતા કોર્ટરૂમમાં સન્નાટો ફેલાયો

Editor Dahod Live
1 Min Read

ઇલ્યાસ શેખ @ સંતરામપુર 

સંતરામપુર તા.17

સંતરામપુરમાં તું મારા પતિ નો કેસ કેમ લડે છે તેમ કહી કોર્ટમાં વકીલને ચાલુ કોર્ટમાં લાફો મારી દેતા કોર્ટરૂમમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.સંતરામપુરમાં સિવિલ કોર્ટમાં રમેશભાઈ વીરસીંગભાઇ હઠીલા ખાધાખોરાકીનો કેસ લડતા હતા આ બાબતની સીમલીયા ગામના રહેતા વાલીબેન દલાભાઈ કટારા અને જાલી બેન દલાભાઈ કટારા આ બંને બહેનો કોર્ટમાં આવીને વકીલ રમેશભાઈ હઠીલાને ગાલ ઉપર ચાલુ કોર્ટમાં લાફો મારી દીધો હતો અને કોર્ટરૂમમાં અશોભનીય વર્તન કર્યું હતું. આવી ઘટના બનતા જ વકીલોમાં અને કોર્ટમાં સન્નાટો છવાઇ ગયો હતો વકીલનો કોલર પકડીને તું મારા પતિ નો કેસ કેમ લડે છે તેમ કહીને લાફો મારી દીધો હતો આ બાબતની વકીલ રમેશભાઈ વીરસીંગભાઇ હઠીલા સંતરામપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જેના અનુસંધાનમાં સંતરામપુર પોલીસે ઉપરોક્ત બંને મહિલા વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.

Share This Article