સંતરામપુર નગરમાં સોશિયલ ડિસ્ટન્સનો  અમલ ન કરતા શાકભાજીના વેપારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરતું પોલીસતંત્ર

Editor Dahod Live
1 Min Read

ઇલ્યાસ શેખ @ સંતરામપુર 

સંતરામપુર નગરમાં સોશિયલ ડિસ્ટન્સનો  અમલ ન કરતા શાકભાજીના વેપારીઓ ઉપર કાર્યવાહી

સંતરામપુર તા.16

કોરોનાવાયરસને લઈને દેશભરમાં સતત સોશિયલ ડિસ્ટન્સનો અમલ કરવા માટેનો આદેશ કરવામાં આવેલો છે.અને મહિસાગર જિલ્લાના કલેકટર સાહેબની સૂચના હેઠળ મામલતદાર નગરપાલિકા તમામ સરકારી તંત્ર દ્વારા સોશિયલ ડિસ્ટન્સનો અમલ કરવા માટે વારંવાર સૂચના આપવામાં આવેલી છે.તેમ છતાંય શાકભાજીના વેપારીઓએ કેટલીય વાર  સૂચના આપવા છતાં અને શાકભાજીના વેપારીઓને અલગ અલગ ઝોન વાઇઝ જગ્યા ફાળવવામાં આવેલી છે.પ્રતાપપુરા એસટી ડેપો અને ગોધરારોડ તેમ છતાંય શાકભાજીના વ્યાપારીઓ એક જગ્યાએ ભેગા થઈને વેપાર કરતા હતા.સંતરામપુરના પોલીસ વિભાગે શાકકભાજીની લારીઓ  કબજે કરી લીધી હતી. અને સંખ્યાબંધ વેપારીઓએ સોશ્યલ  ડિસ્ટન્સ ભંગ કરતા કાયદેસરની કાર્યવાહી માટે અટક કરી હતી

Share This Article