Wednesday, 04/12/2024
Dark Mode

સંતરામપુર નગરમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં પોલિસતંત્ર દ્વારા લોકડાઉનનું નિરીક્ષણ કરવામાં આવ્યું

સંતરામપુર નગરમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં પોલિસતંત્ર દ્વારા લોકડાઉનનું નિરીક્ષણ કરવામાં આવ્યું

ઇલ્યાસ શેખ @ સંતરામપુર 

સંતરામપુર નગરમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં પોલિસતંત્ર દ્વારા લોકડાઉનનું  નિરીક્ષણ કરવામાં આવ્યું હતું

સંતરામપુર તા.16

હાલ કોરોનાના કારણ ૨૧ દિવસના લોકડાઉંનના અંતે વધુ સમય મર્યાદા વધારીને 3 મે સુધી વધારવામાં આવ્યું છે. અલગ અલગ રાજ્ય સરકારે તથા નાગરિકોના અપીલના કારણે કોરોના વાયરસને નાથવા માટે લોકડાઉંનની સમય મર્યાદામાં વડાપ્રધાન મોદીએ ૩ મે સુધીનો વધારો કર્યો છે. 20 એપ્રિલ સુધી લોકડાઉંનનો લોકો ચુસ્તપણે અમલ કરશે.તો તેવા વિસ્તારમાં પોલીસ વિભાગ દ્વારા સમીક્ષા કરી સરકારને રિપોર્ટ કરાશે જે તેવા વિસ્તારમાં લોકડાઉંનમાં થોડી છૂટછાટ આપવાની વાત પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી હતી.સરકાર ટૂંક સમયમાં લઈ નવી ગાઇડલાઇન બહાર પાડનાર હોય લોકોને પોલીસ અને મીડિયા સેવાઓને સહકાર આપે નિયમોનું કડક પાલન કરવાનું જણાવ્યું હતું.આજે મહિસાગર જિલ્લાના પોલીસ વડા ઉષા રાડા અને સંતરામપુર પી.આઈ પટેલ તથા પોલીસ સ્ટાફ સંતરામપુર નગરમાં દરેક વિસ્તારોમાં સઘન પેટ્રોલિંગ કરી અનેક વિસ્તારોમાં પોલીસ પોઈન્ટ અને ચેક પોસ્ટનો નિરીક્ષણ કરવામાં આવ્યું હતું સતત પોલીસ વિભાગ દ્વારા અનેક વિસ્તારમાં ડ્રોન કેમેરાની મદદથી લોકો પણ નજર રખાઈ રહી છે ઘર બહાર રખડતાં તત્વોને ઓળખી કેટલા લોકો પણ કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. લોકો કારણ વિના ઘર બહાર ના નીકળે તેવી વારંવાર અપીલ કરાઈ રહી છે.જરૂર પડે જાહેરનામાના ભંગ બદલ અનેક લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવતા હાલના તબક્કે સંતરામપુર નગરમાં લોકો ખૂબ જ સારી રીતે સોશ્યલ ડિસ્ટન્સ અને લોકડાઉંનના પોલીસ વિભાગ દ્વારા પ્રજા પાસે પાલન કરી રહ્યું છે.45 ડિગ્રી તાપમાનમાં પણ પોલીસ વિભાગ ખડે પગે પ્રજાની સેવામાં કામ કરતા નજરે આવી રહ્યા છે.સંતરામપુર વિસ્તારમાં એક પણ શંકાશીલ કોરોનાનો એકેય કેસ આજદિન સુધી નહીં મળી આવતા ૨૦ એપ્રિલ પછી લોકડાઉનમાં છૂટછાટની કંઈક આશા બંધાઈ રહી હોય તેમ લાગી રહ્યું છે. મહિસાગર જિલ્લા પોલીસ વડા દ્વારા સંતરામપુર પોલીસ ને મહત્વની સૂચનો આપી લોકડાઉનને કડક કામગીરી કરવા અંગે માર્ગદર્શન કરાયું હતું

error: Content is protected !!