જીગ્નેશ બારીયા/રાજેશ વસાવે :- દાહોદ
લીમખેડામાં ભેજાંબાજ મહિલાએ નોકરી અપાવવાની લાલચે મહિલાઓ પાસેથી 15.15 લાખ પડાવ્યા:પોલીસ ફરિયાદ નોંધાઈ
બીજા બાદ મહિલાએ તાલુકા ની હોળી મહિલાઓને નોકરી,આવાસ,શોચાલય તેમજ બાળકોને અલગ-અલગ સહાય આપવાની લોભામણી લાલચ આપી લાખો રૂપિયા પડાવ્યા
દાહોદ તા.૨૧
દાહોદ જિલ્લાના લીમખેડા નગરમાં એક મહિલાએ લીમખેડા તાલુકામાં રહેતી કેટલીંક મહિલાઓને મહિલા સુરક્ષા યોજનામાં નોકરી અપાવવાની લાલચ આપી તેમજ મકાન, શૌચાલય, બાળકોની અલગ અલગ સહાય અપાવવાની લોભામણી વાતો કરી બહેનો પાસેથી કુલ રોકડા રૂા.૧૫,૧૫,૨૦૦, સોનાના દાગીના વિગેરે પડાવી લઈ નોકરી તેમજ વિગેરે સહાય ન અપાવી વિશ્વાસઘાત, છેતરપીંડી કરતાં આ મામલે મહિલા વિરૂધ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવા પામી છે.
તારીખ ૧૭.૧૨.૨૦૧૭ થી તારીખ ૨૪.૦૧.૨૦૨૧ના સમયગાળા દરમ્યાન લીમખેડા તાલુકાના ઉમેદપુરા ગામે રહેતી સુમિત્રાબેન ઉર્ફે રમીલાબેન વડેલીયાએ લીમખેડા તાલુકાના ટીંબા ગામે વચલુ ફળિયામાં રહેતા મંજુલાબેન તેરાકેશભાઈ પરમાર તથા તેમની સાથેની અન્ય મહિલાઓ તેમજ વ્યક્તિઓને વિશ્વાસમાં લઈ મહિલા સુરક્ષા યોજનામાં નોકરી અપાવવા તથા મકાન, શૌચાલય, તથા બાળકોની અળગ અલગ સહાય અપાવવા લાલચ આપી હતી અને ત્રણ વર્ષના સમયગાળા દરમ્યાન મંજુલાબેન તેરાકેશભાઈ પરમાર તથા તેમની સાથેના અન્ય વ્યક્તિઓ પાસેથી સુમીત્રાબેન ઉર્ફે રમીલાબેન સુરપાળભાઈ વડેલીયાએ રોકડા રૂપીયા ૧૫,૧૫,૨૦૦, સોનાના દાગીના વિગેરે પડાવી લીધાં હતાં અને આજદિન સુધી નોકરી નહીં અપાવી આખરે પોતાની સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી થઈ હોવાનો અહેસાસ થતાં મંજુલાબેન તેરાકેશભાઈ પરમારે લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
————————————