
શબ્બીર સુનેલવાલ :- ફતેપુરા
ફતેપુરા કોર્ટમાં આજરોજ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું
ફતેપુરાના જજ શ્રી એ એ દવે ને અધ્યક્ષતામાં લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતુ.
કુલ 257 કેસોની પતાવટ કરવામાં આવી હતી અને રૂ 15,96 000 ની રિકવરી કરવામાં આવી હતી
ફતેપુરા તા.14
ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા નગરમાં આવેલ મુખ્ય સિવિલ કોર્ટમાં આજરોજ લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ હતું પક્ષકારો અને બાર એસોસિએશનના વકીલો હાજર રહ્યા હતા લોક અદાલતમાં બેંકના કેસો ભરણપોષણના કેસો સિવિલ દાવા વિગેરે 257કેશો પક્ષકારો દ્વારા સમાધાન કરવામાં આવ્યો હતો અને રૂપિયા 15 96 000 ની રિકવરી કરવામાં આવેલ હતી તાલુકા લીગલ સર્વિસ ઓથોરાઇઝ ચેરમેન અને મુખ્ય જજ શ્રી એ એ દવે તેમજ ફ્રન્ટ ઓફિસર આર એસ ડામોર અને વરિષ્ઠ વકીલ પંકજભાઈ શાહ ના દ્વારા મધ્યસ્થી થકી કેસોનો નિકાલ થયા હતા લોક અદાલતને સફળ બનાવવા લીગલ આસિસ્ટન્ટ ધર્મેન્દ્રસિંહ સોલંકી તથા સિનીયર કલાર્ક વી બી પ્રજાપતિ નો તથા બાર એસોસિએશનના ના તમામ વકીલો સી એસ પારગી અમુલ ભાઈ શાહ વગેરેનું ફાળો રહેલ હતો પક્ષકારો ખૂબ જ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા