
રાહુલ ગારી :- જેસાવાડા
ગરબાડા તાલુકાના નઢેલાવ ગામે ૨૫ ફૂટ ઉંડા કૂવામાં શિયાળ પડતા વનવિભાગે રેસ્ક્યુ કરી બહાર કાઢ્યો “
જેસાવાડા તા.19
Paid pramotion
Contact us :-sunrise public school
દાહોદ જિલ્લોએ અભૂતપૂર્વ ગીચ વનરાજી તેમજ આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે. ગીચ જંગલોથી ઘેરાયેલા આ વિસ્તારમાં હિંસક પ્રાણી દીપડો, રીછ, નીલગાય ઝરખ તેમજ શિયાળ જેવા પશુઓ વસવાટ કરે છે. હાલના ઉનાળાના આકરા સમયમાં હિંસક જંગલી પ્રાણીઓ ખોરાકની શોધમાં વિચરણ કરતાં માનવ વસાહતમાં આવી
#Paid pramotion
Contact us :- sunrise public school
ગયાના અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે.ત્યારે ગઈકાલે રાત્રીના સુમારે ગરબાડા તાલુકાના નઢેલાવ ગામે ખોરાકની શોધમાં આવેલો શિયાળ 25 ફૂટ ઊંડા કૂવામાં પડ્યો હતો. કૂવામાં શિયાળ પડયો હોવાની જાણ વહેલી સવારે આસપાસના લોકો અને અને ગ્રામજનો દ્વારા ઘટનાની જાણ વનવિભાગને કરવામાં આવતા વન વિભાગના કર્મચારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી શિયાળને રેસ્ક્યુ કરવાના કાર્યમાં જોડાયા હતા. જોકે થોડી જ જહેમત બાદ વનવિભાગના કર્મચારીઓ દોરડું બાંધી કૂવામાં ઉતરી શિયાળને રેસ્કયુ કરી કૂવામાંથી બહાર સ્વસ્થ બહાર કઢાયો હતો ત્યારબાદ વનવિભાગ દ્વારા શિયાળને જગલ માં મા મુક્ત કરાયો