સંતરામપુર નગરમાં આરોગ્ય વિભાગ દ્વારા કુલ 91 સેમ્પલોના રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રે રાહતનો દમ લીધો
સંતરામપુર નગરમાં અલગ-અલગ વિસ્તારમાં આરોગ્ય વિભાગ દ્વારા કોરોના રિપોર્ટ માટે સેમ્પલ લેવામાં આવેલા હતા.સંતરામપુર તાલુકો નગરના કુલ 91 વ્યક્તિઓના સેમ્પલ લીધા હતા સંપૂર્ણ સંતરામપુર રિપોર્ટ આવતા રિપોર્ટમાં દરેક વ્યક્તિને નેગેટિવ રિપોર્ટ આવ્યો હતો. અત્યારે બ્રાહ્મણવાડા વિસ્તારમાં ૩ કેસ પોઝીટીવ આવેલ હતા તેમની પણ તબિયત ઉમંગ મોચી સતીશ રાઠોડ ધર્મેશ રાઠોડ તમામની તબિયત હાલમાં સૌથી વધારે સુધારા પર જોવા મળે છે. ટૂંક સમયમાં આ વ્યક્તિના કોરોના માંથી મુક્ત થઇ જશે સંતરામપુર નગર અને ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાવાયરસ સૌથી ઓછી જણાઇ રહ્યું છે સંતરામપુર તમામ સરકારી તંત્ર અને મહિસાગર જિલ્લાના કલેકટર સાહેબ ના માર્ગદર્શન હેઠળ સંતરામપુર તાલુકા અને નગર કોરોનાવાયરસ થી સંપૂર્ણ મુક્ત થવા માટેની સતત પ્રયાસો ચાલી રહ્યા છે.