Thursday, 20/01/2022
Dark Mode

લોકડાઉનનો કપરો કાળ… દૈનિક મજૂરી કરીને ગુજરાન ચલાવતા પરિવારો સંકટમાં: જમવાનું બનાવવા માટે તેલ નહીં મળતા મહિલાએ કરી આત્મહત્યા:

લોકડાઉનનો કપરો કાળ… દૈનિક મજૂરી કરીને ગુજરાન ચલાવતા પરિવારો સંકટમાં: જમવાનું બનાવવા માટે તેલ નહીં મળતા મહિલાએ કરી આત્મહત્યા:

હિતેશ કલાલ @ સુખસર 

લોકડાઉનમાં કપરાકાળની પરિસ્થતિમાં દૈનિક મજૂરી કરીને ગુજરાન ચલાવતા પરિવારો સંકટમાં ફતેપુરા ના રાવળના વરૂણામાં  જમવાનું બનાવવા માટે તેલ નહીં મળતા મહિલાએ કરી આત્મહત્યા, મજૂરીએ ગયેલા પતિને માત્ર 40 રૂપિયામાં મળતા તેલ લાવ્યો ન હતો,કૂવાના ઊંડા પાણીમાં ગરકાવ થતા ફાયર બ્રિગેડની મદદથી લાશને બહાર કાઢવામાં આવી.

સુખસર.તા.08

 ગુજરાતમાં કોરોનાના કેસ વધવાના કારણે તેમજ સંક્રમણ અને મૃત્યુઆંક વધવાના કારણે ગુજરાતમાં લોકડાઉનના આદેશો આપવામાં આવ્યા છે.તેવા સમયે રોજનું કમાઈને રોજ ખાનારા ગરીબ પરિવારોની રોજગારી બંધ થવાના કારણે મોટી મુશ્કેલીમાં મુકાયા છે.અને અનેક પરિવારો બે ટંકના રોટલા માટે ઝઝૂમી રહ્યા છે.બીજી બાજુ હાલ સરકાર દ્વારા તેમજ કેટલીક સેવાભાવી સંસ્થાઓ દ્વારા પણ ગરીબ પરિવારોને કીટનું વિતરણ કરવામાં આવે છે.પરંતુ સરકાર દ્વારા મળતા લાભો અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા અપાતી કીટ હકીકતમાં જરૂરિયાતમંદ પરિવારો સુધી પહોંચતું ના હોય તેમ જણાય છે. એવો જ એક કિસ્સો રાવળના વરુણા ગામે પરણીતાએ તેલ કેમ લાવ્યા નથી? નું જણાવી મનમાં લાગી આવતા કૂવામાં ભૂસકો મારી મોતને વહાલું કરતાં પંથકમાં ચકચાર મચી જવા પામી હોવાનું જાણવા મળે છે.

ફતેપુરા તાલુકાના રાવળના વરણા ખાતે રહેતા લક્ષ્મણભાઈ રૂપચંદભાઈ રાવળ ખેતીવાડી દ્વારા છૂટક મજૂરી કામ ધંધો કરી પોતાના ત્રણ સંતાનો સહિત પત્નીનું ગુજરાન ચલાવતા હતા.તેવી જ રીતે ગુરૂવારના રોજ લક્ષ્મણભાઈ મજૂરી અર્થે સુખસર ગામમાં ગયેલ અને જ્યાં ખાતરની બોરીઓની હેરાફેરી કરવાની મંજુરી મળેલ.જેમાં તેઓને ૪૦ રૂપિયા મજુરી મળી હતી. આ નાણામાંથી તેઓએ વીસ રૂપિયાના બટાકા તથા દસ રૂપિયાના પૌવા લઈ અગિયારેક વાગ્યાના અરસામાં ઘરે ગયેલ.અને આ સામાન પત્નીને આપતા સામાન જોઇ તમો આટલો સમાન લાવ્યા છો? તો તેલ કેમ લાવ્યા નથી? મારે તેલ વગર જમવાનું કેવી રીતે બનાવવું? તેમ કહી એકદમ ગુસ્સે થઈ ગયેલ.જેથી લક્ષ્મણભાઈ એ જણાવેલ કે મને ચાળીશ રૂપિયાની મજૂરી મળેલ હતી તો હું તેલ કેવી રીતે લાવું? હું સાંજના મજુરી કામે જઈશ અને પૈસાની સગવડ કરી લઇ આવીશ તેમ કહી લક્ષ્મણભાઈ ખાટલામાં સુતા હતા. ત્યારે બપોરના દોઢ વાગ્યાના અરસામાં પારૂલબેન નાના છોકરા વિશાલને સાથે લઈ ચાલ નદીએ સંડાસ જવું છે.તેમ કહી ઘરેથી નીકળેલ અને અંદાજિત ૨૦ મિનિટ બાદ વિશાલ એકલો દોડતો આવી પપ્પા મમ્મી તો નદીવાળા કુવામાં કૂદી પડેલ છે.તેમ કહી બૂમાબૂમ કરી રડવા લાગ્યો હતો. જેથી લક્ષ્મણભાઈ તથા આસપાસના માણસો કુવા ઉપર દોડી ગયેલ.અને કૂવામાં તપાસ કરતા પારુલબેન મળી આવેલ નહીં.જેથી સરપંચ વિજય ભાઈને વાત કરતાં સુખસર પોલીસ સ્ટેશન તથા ઝાલોદ ફાયરબ્રિગેડને જાણ કરતાં પોલીસ તથા ફાયર બ્રિગેડના જવાનો દોડી આવ્યા હતા. અને કૂવામાં વધુ પાણી હોય ગામમાંથી ફાઈટર મશીન લાવી કુવામાંથી પાણી કાઢવાની કોશિશ કરેલ.પરંતુ વધુ પાણી હોય અને સમય વધુ લાગે તેમ જણાતા ફાયર બ્રિગેડના જવાનોએ તેમની પાસેના સાધનો કૂવામાં નાખતા પારુલબેનની લાશ મળી આવેલ. લાશને બહાર કાઢી સુખસર સરકારી દવાખાનામાં લઈ જતા પારૂલબેનને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.આમ એક ગરીબ પરિવારની પરણિતા પોતાને તથા સંતાનોને પૂરતા પ્રમાણમાં બે સમયના રોટલા પણ મળી શકતા ન હોય મનમાં લાગી આવતા ઊંડા કૂવામાં મોતનો ભૂસકો મારી મોત વ્હાલુ કરતા પંથકમાં ચકચાર મચી જવા પામી હોવાનું જાણવા મળે છે.આ બાબતે મૃતકના પરિવારજનો સાથે પૂછપરછ કરતા તેઓ જણાવ્યું કે દૈનિક મજૂરી કરી અને જે રૂપિયા મળે તેનામાંથી ભરણ પોષણ કરીએ છે હાલમાં લોકડાઉનને લઈને રહેતી નથી જેમાં ઘરમાં તેલ ખલાસ થઈ જતાં તે લાવવા માટે જણાવ્યું હતું પરંતુ ઓછી મજૂરી મળી હોવાથી માત્ર ૪૦ રૂપિયા મળ્યા હતા જેમાંથી પૌવા અને બટાકા લીધા હતા તેલ માટે પૂરતા નાણાં ન હોવાથી તે લીધું ન હતું.

error: Content is protected !!