Sunday, 16/03/2025
Dark Mode

સુખસર:સાગડાપાડા-આફવામાં જરૂરિયાત મંદ ૯૦ પરિવારોને રાહતકીટનું વિતરણ કરાયું.

સુખસર:સાગડાપાડા-આફવામાં જરૂરિયાત મંદ ૯૦ પરિવારોને રાહતકીટનું વિતરણ કરાયું.

હિતેશ કલાલ @ સુખસર 

સાગડાપાડા-આફવા માં જરૂરિયાત મંદ ૯૦ પરિવારોને અનાજ પુરવઠા નું વિતરણ કરાયું.બાબુભાઈ આમલીયાર અને પત્રકાર દ્વારા ૯૦ જેટલા પરિવારોને કીટ ફાળવાઇ.

સુખસર તા.08

ફતેપુરા તાલુકાના આફવા અને સાગડાપાડા ગામમાં દૈનિક રોજગારી અને ખેતીવાડી કરી ગુજરાન ચલાવતા હોય તેવા પરિવારોને રાશન કિટની ફાળવણી કરવામાં આવી હતી બાબુભાઈ આમલીયાર સહિત મિત્ર મંડળ દ્વારા ૯૦ જેટલા પરિવારોને કીટ ની ફાળવણી કરાઈ હતી.

  હાલમાં કોર્નર સંક્રમણને લઇ ચારે કોર કહેર મચી ગયો છે વાયરસ ચેપી અને જીવલેણ હોવાથી લોકોમાં ગભરાટ ફેલાયેલો છે દાહોદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 144ની જાહેરનામું પ્રસિધ્ધ કરાયું છે અને લોકડાઉનને લઇ કડક અમલ કરવામાં આવી રહ્યો છે.દૈનિક રોજગારી અને છૂટક મજૂરી કરતા પરિવારોની હાલત કફોડી બની ગઈ છે.જીવન જરુરિયાતની વસ્તુઓ માટે પણ ફાફા મારવા નો વારો આવી ગયો છે.તાલુકા અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સર્વે કરાવીને આવશ્યક ચીજ વસ્તુઓનું વિતરણ કરાઇ રહ્યું છે.જેમાં સાગડાપાડા ગામના આગેવાન બાબુભાઇ અમલ યાર દ્વારા ૯૦ જેટલા પરિવારોને ઘઉં ચોખા તેલ ખાંડ મરચું મીઠું અને શાકભાજી ની સામગ્રી સાથે ની કીટ આપવામાં આવી હતી. સુખસર પી એસ આઇ એસ.એન.બારીયા,પત્રકાર હિતેશ કલાલ, પંકજભાઈ લબાના અમિતભાઈ કલાલ સહિત મિત્ર મંડળ દ્વારા કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું કિટના વિતરણ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સનો અમલ કરવામાં આવ્યો હતો.

error: Content is protected !!