Wednesday, 11/12/2024
Dark Mode

સંતરામપુરના બટકવાડા ગામે વીજચોરીના ચેકિંગમાં ગયેલા કર્મચારીઓ પર થયો હુમલો

સંતરામપુરના બટકવાડા ગામે વીજચોરીના ચેકિંગમાં ગયેલા કર્મચારીઓ પર થયો હુમલો

ઇલ્યાસ શેખ @ સંતરામપુર/વિનોદ પ્રજાપતિ @ ફતેપુરા 

સંતરામપુર તા.05

વીજ ચેકિંગમાં ગયેલા એમજીવીસીએલ ના કર્મચા પર ગામ લોકોનો હુમલો કરતા કર્મચારીઓ થયાં ઘાયલ

સંતરામપુર તાલુકાના બટકવાડા ગામે વીજચોરીના ચેકિંગના કામે ગયેલા વીજ કંપનીના સ્ટાફ પર ઘરના વ્યક્તિઓએ ભેગા મળી કુહાડી અને લાકડીથી હુમલો કરતાં ત્રણ જણા ભોગ બન્યા
બટકવાડા ગામ સવારે ચેકિંગ કરવા ગયેલા લુણાવાડા અને સંતરામપુર સબ ડિવિઝન સ્ટાફ ગયો હતો ત્યારે બટકવાડા ના ચોપડા શંકરભાઈ રંગજીભાઈ ના ઘરે તપાસ કરતા વીજચોરી ઝડપી પાડી હતી જેની કાયદેસરની કાર્યવાહી કરતા હતા તે દરમિયાન ઘરના ઈસમો ઉશ્કેરાઈ જઈને જુનિયર એન્જીનીયર એ પી અમીન અને વાયરમેન સી કે બારીયાના માથામાં વાસનો બમ્બુ અને કુહાડી મારી દેતા બન્ને કર્મચારીઓ ને માથાના ભાગે ગંભીર ઇજા થયા અને વાયરમેન એમ.એસ ડિંડોરના હાથે મારી ઇજા કરતાં ત્રણ કર્મચારીઓને લોહીલુહાણ હાલતમાં સંતરામપુર સ્ટેટ હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવી હતી.

error: Content is protected !!