Saturday, 20/04/2024
Dark Mode

નિમચના એક ઉચ્ચ અધિકારીની ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ:કુરેશી પરિવાર કોરોના સંક્રમિત ક્યાં અને કેવી રીતે થયો? કુરેશી પરિવારને ફૂલમાળ ક્રોસિંગથી દાહોદ લાવનાર વ્યક્તિ કોણ? સંલગ્ન વિભાગ તપાસમાં જોતરાયું

નિમચના ઉચ્ચ અધિકારીની શોશ્યલ  મીડિયામાં વાયરલ થયેલ ઓડિયો ક્લિપ

જીગ્નેશ બારીયા @ દાહોદ 

દાહોદ તા.05

મધ્યપ્રદેશ રાજસ્થાનને જોડતી ઇન્ટેરિગ્રેટ ચેકપોસ્ટથી એટલે કે નવાગામથી ઝાબુઆ મધ્ય પ્રદેશ સરકારની બસમાં આવેલા કુરેશી પરિવારના સદસ્યોને લાવનાર દાહોદના એક તેમની જ કોમના નેતા તેમજ મધ્યપ્રદેશનો એક કુખ્યાત ઈસમ કોણ?ની ચર્ચાએ દાહોદની ગલીએ-ગલીએ જન્મ લીધો છે.ત્યારે જો આ વાત સાચી હોય તંત્ર દ્વારા આવા ઈસમને ખોળી કાઢી તેઓની સામે કાયદેસરના પગલાં લેવાની લાગણી અને માગણી વધી જવા પામી છે. એટલું જ નહીં એક તરફ નીમચના કહેવાતા કલેકટરની સોશિયલ મીડિયામાં વહેતી થયેલી ઓડિયો ક્લિપ આ પરિવાર અંગે ઘણું બધું કહી જાય છે.ત્યારે મધ્યપ્રદેશથી સરકારે ઇરાદાપૂર્વક દોષનો ટોપલો ગુજરાત ઉપર ઢોળવાનો સિફતપૂર્વક પ્રયાસ કર્યો હોવાનું પ્રતિત થઈ રહ્યું છે.જો આ કુરેશી પરિવાર ૪૦ દિવસની મધ્યપ્રદેશના નીમચ ખાતે જ રોકાયેલો હોય અને દાહોદ આવ્યાના બીજા જ દિવસે પોઝિટિવ આવતો હોય તો તેને સંક્રમણ ક્યાંથી લાગ્યું તે પણ શોધવું અનિવાર્ય થઈ પડ્યું છે.મધ્યપ્રદેશનાએ ઉચ્ચ અધિકારીની ઓડિયો ટેપમાં જણાવ્યા અનુસાર જો સરહદ ઉપર તેનો સ્ક્રીનિંગ થયું અને બસમાં બેસાડયો ત્યારે જ ટેમ્પરેચર હતું કે કેમ? તે પણ હવે શંકા ઉપજાવે તેવું થઈ ગયું છે અને આ ઇસમોને પોતાના જિલ્લામાંથી અન્યત્ર મોકલી દેવાનું ઇરાદાપૂર્વકનું કૃત્ય તો નથી ને? તે પણ તપાસનો વિષય થઈ પડ્યો છે.ઓડિયો ક્લિપમાં જણાવ્યા અનુસાર કુરેશી પરિવારને સદસ્ય દાહોદ પહોંચીને પોઝિટિવ થયો હોવાનું કહેવાઈ રહ્યું છે. ત્યારે ખરેખર આ કુરેશી પરિવાર ક્યાં અને કેવી રીતે સંક્રમિત થયો તે શોધવું ખૂબ જ આવશ્યક બની ગયું છે. જોકે સફાળે જાગેલી અને આ બાબતે જાગૃત એવી દાહોદ પોલીસ અને વહીવટી તંત્રની ટીમે ખુબ જ તલસ્પર્શી અભ્યાસ કરી જવાબદારોને શોધી કાઢી તેઓ સામે કાર્યવાહી કરવા અંગેની તમામ તૈયારીઓ કરી હોવાનું અંગત વર્તુળો દ્વારા જાણમાં આવ્યું છે.

error: Content is protected !!