Thursday, 18/04/2024
Dark Mode

દાહોદ:કુરેશી પરિવારના સંપર્કમાં આવેલા 140 ઉપરાંત લોકોના સેમ્પલો પૈકી 40 ના રિપોર્ટ નેગેટિવ બાકી રિપોર્ટ પેન્ડિંગ

દાહોદ:કુરેશી પરિવારના સંપર્કમાં આવેલા 140 ઉપરાંત લોકોના સેમ્પલો પૈકી 40 ના રિપોર્ટ નેગેટિવ બાકી રિપોર્ટ પેન્ડિંગ

જીગ્નેશ બારીયા @ દાહોદ 

દાહોદ તા.05

મધ્યપ્રદેશના નીમચ ખાતેથી યેનકેન પ્રકારે દાહોદ પહોંચેલા કુરેશી પરિવારના ૧૫ જેટલા સદસ્યો પૈકી સાત સદસ્યો અત્યાર સુધી કોરોના પોઝિટિવ આવતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.અને સાત સભ્યોના રિપોર્ટ નેગેટિવ આવવા પામ્યા છે.જોકે હાલ આ પરિવારના હજી એક સદસ્યનો રિપોર્ટ પેન્ડિંગ છે.ત્યારે નિમચથી દાહોદ આવેલા પરિવારની કોન્ટેક્ટ હિસ્ટ્રીની તપાસ દરમિયાન તેઓના સીધા કોન્ટેકમાં આવેલા 40 જેટલા ઈસમોના સેમ્પલો 4 તારીખે લેવામાં આવ્યા હતા.તો આજરોજ બીજા 40 લોકોના સેમ્પલ લેવાયા હતા.તે દરમિયાન આ પરિવારના ઘનિષ્ઠ સંપર્કમાં આવેલા અને તેમના ઓળખાણવાળા બીજા 56 જણાની માહિતીઓ પ્રાપ્ત થતાં તેઓના પણ સેમ્પલો યુદ્ધના ધોરણે લેવામાં આવ્યા છે.આમ કુરેશી પરિવારના કોન્ટેક લિસ્ટમાં આવનારા આશરે ૧૪૦ ઉપરાંત ઈસમોના સેમ્પલ કલેક્ટ કરવામાં આવ્યા છે.જોકે તારીખ 4 મે ના રોજ લીધેલા 40 સેમ્પલો પૈકી તમામ સેમ્પલોના રિપોર્ટ નેગેટીવ આવતા તંત્રએ એક પ્રકારનો રાહતનો દમ લીધો છે.જ્યારે કુરેશી પરિવારના આસપાસના ૪૧ સેમ્પલોના રીઝલ્ટ આગામી 24 કે 36 કલાકમાં આવશે તેવુ જિલ્લા સમાહર્તાશ્રી એ જણાવ્યું છે. ત્યારે આજ પરિવારના સંપર્કમાં આવેલા અન્ય 56 ઇસમોને પણ ઓળખી કઢાયા હોવાનું પણ જાણવા મળેલ છે.જયારે હાલ કુરેશી પરિવાર પૈકી એક ઈસમનો રિપોર્ટ પણ હાલ પેન્ડિંગ છે ત્યારે દાહોદમાં આગામી દિવસોમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા વધશે કે કેમ? તે હાલ કહેવું મુશ્કેલ ભર્યુ લાગી રહ્યું છે.દાહોદ ની વાત કરીએ તો 15 દિવસ પહેલા દાહોદમાં કુલ ચાર એક્ટિવ કેસો હતા તે પૈકી તાજેતરમાં જ ત્રણ ઈસમોને સાજા થતા દવાખાનામાંથી રજા અપાઇ હતી.અને માત્ર એક જ એક્ટિવ કેસ હતો.આમ દાહોદ કોરોના મુક્ત થવાની કાગાર પર હતો. અને તેવા સમયે જ કુરેશી પરિવારનો કોરોના બોમ્બ ફૂટતા સમગ્ર પંથકમાં એક પ્રકારનો ભયનો માહોલ ફેલાઈ જવા પામ્યો છે. ત્યારે બીજી તરફ દાહોદનો અન્ય કેસ 9 વર્ષની બાળકી મુસ્કાનના મામાંના પણ સરકારી ધારાધોરણ મુજબના બંને રિપોર્ટ નેગેટીવ આવતા તેઓને આજે અથવા આવતીકાલે રજા આપવાના છે.એટલે જો કુરેશી પરિવારના કોરોના બોંબ નો ફૂટયા હોત તો સંભવતઃઆજ રોજ દાહોદ કદાચને કોરોના મુકત જાહેર કરાઈ શક્યું હોત.

error: Content is protected !!