Sunday, 08/09/2024
Dark Mode

મહિસાગર જિલ્લાની અર્ચના તડવીએ ચિત્રકલા દ્વારા કોરોનાવાયરસ વાઇરસ અંગે “ઘરમાં રહો સુરક્ષિત રહો” નો જનજાગૃતિ સંદેશ આપ્યો

ઇલ્યાસ શેખ @ સંતરામપુર 

મહિસાગર જિલ્લાની અર્ચના તડવીએ ચિત્રકલા દ્વારા કોરોનાવાયરસ વાઇરસ અંગે “ઘરમાં રહો સુરક્ષિત રહો” નો જનજાગૃતિ સંદેશ આપ્યો,અર્ચનાએ પોતાના પેઇન્ટિંગમાં કોરોનાવાયરસ સામે ડોક્ટરો અને પોલીસની ઉમદા ફરજો ને વણી લીધી

સંતરામપુર તા.05
કોરોનાવાયરસ (COVID-19) વિશ્વ આરોગ્ય સંસ્થાએ વૈશ્વિક મહામારી જાહેર કરી છે. વૈશ્વિક મહામારીની વ્યાપક અસરને ધ્યાને લઇને સમગ્ર ભારત દેશ સહિત ગુજરાત રાજ્યમાં લોકડાઉન જાહેર કરવામાં આવેલ છે.ભારત અને રાજ્ય સરકાર દ્વારા અનેકવિધ પગલાઓ લઇ કોરોનાવાયરસના સંક્રમણને નાથવા સાવચેતી એ જ સલામતીના સઘન પ્રયાસો આદર્યા છે. ત્યારે આરોગ્ય વિભાગના ડોક્ટરશ્રીઓ અને પોલીસ વિભાગના કર્મીઓ રાત-દિવસની પરવા કર્યા વિના પોતાના જીવના જોખમે સંનિષ્ઠ કર્મયોગીઓ તરીકેની સેવાઓ બજાવી રહ્યા છે. તેમની આ સેવાઓને બિરદાવવા માટે વિવિધ ક્ષેત્રની નામી હસ્તીઓ જેવી કે સંત-મહંત, સાહિત્યકારો, ક્રિકેટ જગતના ખેલાડીઓ, ફિલ્મ જગતની હસ્તીઓ, ઉદ્યોગપતિઓ અને અનેક મહાનુભાવોએ તેમની સેવાઓની કર્મનિષ્ઠાની સરાહના કરી છે.ત્યારે મહીસાગર જિલ્લાના સંતરામપુર નગરની જવાહર નવોદય વિદ્યાલયમાં અભ્યાસ કરતી ધોરણ સાતની બાલિકા અર્ચના તડવીએ કલાત્મક પેઇન્ટિંગ દ્વારા કોરોના સામે લડતા યોદ્ધાઓ જેવા કે ડોક્ટરશ્રીઓ અને પોલીસ કર્મયોગીઓની ફરજોની વિગતો ને પોતાના કલર પેઈન્ટીંગમાં વણી લઇ લોકજાગૃતિ નો સરાહનીય “ઘરમાં રહો સુરક્ષિત રહો” નો સંદેશ આપ્યો છે.

અર્ચના જણાવે છે કે, ભારત દેશ અને આપણું ગુજરાત રાજ્ય જ્યારે કોરોનાવાયરસના સંક્રમણ સામે ઝઝૂમી રહ્યુ છે ત્યારે લોકડાઉનના સમયના મને ઘરમાં વિચાર આવ્યો કે હું સરસ પેઇન્ટિંગ કલા જાણું છું, તો મારા પેઇન્ટિંગ દ્વારા લોકોની જાગૃતિ માટે ડોક્ટરશ્રીઓ અને પોલીસ કર્મીઓની કપરા સમયની ફરજોને પેઇન્ટિંગ દ્વારા લોકો સમક્ષ રજૂ કરી તેમની સેવાઓને બિરદાવવા હું સહભાગી બનું. લોકોની ફરજ બને છે કે, ડોક્ટર અને પોલીસમેન રાત દિવસ થાક વગર આ મહામારી સામે મોરચો માંડી લડી રહ્યા છે. ત્યારે આપણે પણ તેમને સાથ સહકાર આપવો જોઈએ જેમ કે
કોઈ અગત્યના કામ સિવાય ઘરની બહારન નીકળીએ, સામાજિક અંતર જાળવીએ, માસ્કનો ઉપયોગ કરીએ, વારંવાર સાબુથી હાથ ધોઈએ, ખોટી અફવાઓ ન ફેલાવીએ જેવી નાનામાં નાની બાબતોની કાળજી લઈને કોરોના યુદ્ધના સેનાનીઓને સહકાર આપી આવી પડેલી મહામારીનો મુકાબલો કરી કોરોના ને મહાત આપવામાં મે જે પેઇન્ટિંગ બનાવેલ છે, જે મહત્વનો ફાળો ભજવશે સાથે ઘરમાં રહો સુરક્ષિત રહો ની સૌને અપિલ કરુ છું.

error: Content is protected !!