સંતરામપુર તાલુકાના ભાણાસીમલ ગામે આંગણવાડી મકાન જર્જરિત હાલતમાં સંતરામપુર તાલુકાના ભાણાસીમલ ગામે મોટા ફળિયામાં નંબર પાંચ માં જીવના જોખમે નાના ભૂલકાઓ આંગણવાડીમાં બેસતા હોય છે આ જગ્યાએ વીસ વર્ષ અગાઉ બનાવવામાં આવેલું આંગણવાડી નું મકાન બિલકુલ જર્જરિત હાલતમાં છે છતના ઉપરથી પોપડા પડે છે અને ચોમાસા દરમિયાન હતો પાણી અંદર ગરકાવ થઈ જાય છે નાછૂટકે આ ભાણાસિમલ ગામના નાના ભૂલકાઓને બાજુમાં બનાવવામાં આવેલું સમાજ ઘરની બહાર બેસાડવા પડતા હોય છે આ આંગણવાડીના મકાન માં સામાન પણ મૂકી શકાતો નથી આ મકાનનો સ્લેબ બિલકુલ ગમે ત્યારે પણ પડી શકે છે ભાણાસીમલ ના ગ્રામજનોને નવીન કરવા માટે વારંવાર લેખિતમાં અને ગ્રામસભામાં ઠરાવ કર્યા છતાંય આપણું મકાન બનાવવામાં આવતું નથી નાના ભૂલકાઓને ચોમાસા શિયાળામાં અને ઉનાળામાં ગમે ત્યારે પણ સમાજ ઘરની બહાર બેસીને આંગણવાડી ચલાવતા હોય છે સરપંચ અને સરકારી તંત્રની ઘોર બેદરકારીના કારણે નાના ભૂલકાઓ નું જીવ જોખમમાં મુકાયો છે વહેલી તકે ધોરણે આંગણવાડી નવું મકાન બનાવી કરવામાં આવે ગ્રામજનોની માંગણી છે