Wednesday, 06/11/2024
Dark Mode

૩૫ વર્ષિય યુવકની લાશ તળાવમાં શંકાસ્પદ હાલતમાં મળી આવતાં ચકચાર

૩૫ વર્ષિય યુવકની લાશ તળાવમાં શંકાસ્પદ  હાલતમાં મળી આવતાં ચકચાર

  દાહોદ તા.૦૪
દાહોદ તાલુકાના ઉચવાણીયા ગામે આવેલ એક તળાવમાં એક ૩૫ વર્ષિય યુવકની લાશ તરતી હાલતમાં મળી આવતાં પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. ઘટનાની જાણ પોલિસને થતાં પોલિસે લાશનો કબજા મેળવી નજીકના દવાખાને ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે.
દાહોદ તાલુકાના ઉચવાણી ગામે લાલા ફળિયામાં રહેતા જાગાભાઈ પુંજીયાભાઈ ભુરીયા આજરોજ સવારના સાતેક વાગ્યાના સમયગાળા દરમ્યાન ગામમાં આવેલ તળાવ પાસેથી પસાર થઈ રહ્યા હતા તે સમયે એક અજાણ્યા આશરે ૩૫ વર્ષિય યુવકની કોહવાઈ ગયેલી હાલતમાં લાશ નજરે પડતા તેઓ હેબતાઈ ગયા હતા. આ ઘટનાની જાણ આજુબાજુના બીજા રહીશોને કરતાં તેઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા. આ બાબતની જાણ પોલિસ કરતાં કતવારા પોલિસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને લાશનો કબજા લઈ નજીકના દવાખાને લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. આ અજાણ્યા યુવકના મૃતદહેને પગલે પંથકમાં અનેક ચર્ચાઓએ જાર પકડ્યુ છે. આ અજાણ્યો યુવક ક્યાનો હશે? તેની લાશ કુવામાં કેવી રીતે આવી પહોંચી?  હત્યા કે આત્મહત્યા કરી હશે? જેવા અનેક પ્રશ્નો હાલ લોકોના મનમાં ઘર કરી મુક્યુ છે ત્યારે તેવા સમયે આ બાબતને ગંભીરતાથી લઈ પોલિસ દ્વારા આ સંદર્ભે ધનિષ્ટ તપાસનો દોર શરૂ કરવામાં આવે તો અનેક રહસ્યો પરથી પડદો ઉઠે તેમ છે.
આ સંબંધે હાલ તો પોલિસે સીઆરપીસી કલમ મુજબ જાણવા જાગ નોંધી તપાસનો દોર શરૂ કર્યાે છે.

————————-

error: Content is protected !!