સંતરામપુરનો ગડા ગામનો પુલ ધોવાયો, સ્થાનિક તંત્રની ઉદાસીનતાના કારણે વાહનચાલકો દસ કિલોમીટર ફરીને જવા મજબુર

Editor Dahod Live
2 Min Read

ઇલ્યાસ શેખ @ સંતરામપુર 

દર વર્ષે ચોમાસામાં પુલ ધોવાઈ જતા પુલ ને સમારકામ કરવા તંત્ર ની ઉદાસીનતા, સ્થાનિકો તેમજ નેતાઓ દ્વારા ઉચ્ચકક્ષાએ રજૂઆત છતાં પરિણામ શુન્ય : પુલ ધોવાઈ જતા વાહનવ્યવહાર બંધ કરી દેવાતા વાહનચાલકો 10 કિલોમીટર ફરીને જવા મજબુર, તકલાદી સમારકામ થી વાહન ચાલકો પરેશાન 

સંતરામપુર તા.03

સંતરામપુર તાલુકાના ગડા ગામનો પુલ ધોવાયો સંતરામપુર તાલુકાના ગ ડા ગામનો વર્ષો જુનો પુલ બનાવવામાં આવેલો હતો કુંડલા ફળિયામાં આ વર્ષો જૂનો પુલ દર ચોમાસામાં ધોવાઈ જાય છે આ ગામની અંદર સૌથી વધારે રાજ કરી આગેવાનો હોવા છતાંય પ્રાથમિક સુવિધાનો અભાવ જોવા મળ્યો છે સ્થાનિક ગ્રામજનોએ આપું બાબતની વારંવાર પંચાયત વિભાગ અને ઉચ્ચકક્ષા સુધી અને સ્થાનિક સરપંચ અને અગ્નિ અને રજૂઆત કરવા છતાંય કામગીરી થતી જ નથી દર વર્ષે આ પુલ માં વરસાદના કારણે તૂટીને ગાબડુ પડી જાય માત્ર નદીનો કાંકરો નાખીને પુરાણ કરવામાં આવે છે છેલ્લા છ દિવસથી કુંડલા ફળિયાનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો આના કારણે આ ગામની અંદર જવા માટે 10 કિલોમીટર વધારે અંતર કાપી ને જવું પડતું હોય છે લપણીયા નેતા અને ભોગવેલી પ્રજા જેવી વાત છે આ પુલ ગમે ત્યારે પણ તૂટવાનો ભય ભીતિ જોડાયેલી છે અને મોટી હોનારત ઘટના પણ બની શકે છે તેમ છતાંય સરકારી તંત્રને નેતાઓનું પેટનું પાણી હલતું નથી છેલ્લા દસ વર્ષથી આ ગ્રામજનો રજૂઆત કરે છે પણ રજૂઆતનું આજદિન સુધી કોઈ ધ્યાન આપવામાં આવેલું જ નથી આજ પુલ પરથી સંખ્યાબંધ ગ્રામજનો શાળાના બાળકો વાહનચાલકો રોજિંદા પસાર થતા હોય છે અને સૌથી વધારે આજ પુલ નો ઉપયોગ થતો હોય છે વહેલી તકે ધોરણે નવો પુલ બનાવવામાં આવે તેવી ગ્રામજનોની માંગ ઉઠી છે. 

Share This Article