Thursday, 28/03/2024
Dark Mode

દે.બારિયાના બજારોમાં લોકો શોશ્યલ ડિસ્ટન્સ તેમજ માસ્ક પહેરવાનું ભુલ્યા:પંથકથી જેલ સુધી કોરોના પહોંચતા નગરજનોમાં ફફડાટ…

દે.બારિયાના બજારોમાં લોકો શોશ્યલ ડિસ્ટન્સ તેમજ માસ્ક પહેરવાનું ભુલ્યા:પંથકથી જેલ સુધી કોરોના પહોંચતા નગરજનોમાં ફફડાટ…

રાહુલ મહેતા :- દે. બારીયા 

  • દેવગઢબારિયા નગરમાં વધતા જતા કોરોના કેસ
  • નગર સહીત જેલ સુધી કોરોના પહોંચતા નગરજનોમાં ફફડાટ
  • શુક્રવારી હાટ બજારમાં અનેક લોકો માસ્ક વગર ફરતા જોવાયા
  • કોરોનો વધુ સ્પ્રેડ થાય તે પહેલાં તંત્ર પગલા ભરે તેવી માંગ.નગરમાં વધતા જતા કોરોના પોઝેટીવ કેસ
  • ખાનગી રાહે દવા સારવાર કરાવતા અનેક નગરજનો
  • નગરજનો દ્વારા બજારમાં ફરતાં પોઝિટિવ લૉકો સામે કાર્યવાહી કરવાની માંગ.
  • સ્થાનિક તંત્ર દ્વારા વહેલી તકે કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી પણ માંગ

દે. બારીયા તા.02

 દે.બારિયા નગરમાં જાણે કોરોના નો વિસ્ફોટ થયો હોય તેમ ઍક પછી ઍક એમ અનેક પોઝિટિવ કેસમાં વધારો થઈ રહ્યો છે ત્યારે આ કોરોના ના વધતા જતા સંક્રમણના કારણે નગરજનો ચિંતીત બન્યા છે અને કરોનાએ જાણે દેવગઢ બારીઆ નગર માં માથુંઉંચકતા પોઝિટિવ કેસોમાં વધારો થઈ રહ્યો છે ત્યારે નગરજનો આ કોરો નો ના સંક્રમણ ની ઝપેટમાં આવી ગયા છે ત્યારે બીજી તરફ s નગરની મધ્યમાં આવેલ સબ જેલમાં પણ કોરોના દસ્તક દેતા સબ જેલના 16 કાચા કામના કેદીઓને કોરોના પોઝિટિવ આવ્યો છે જેને લઇ નગરના કેટલાક જાગૃત નાગરિકો માં પણ ફફડાટ ફેલાયો હોય તેમ જોવાઈ રહ્યું છે ત્યારે હાલમાં લગ્નસરાની સિઝન હોય જેથી કરી આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો નગરમાં માસ્ક કે પછી સોશિયલ ડિસ્ટન્સ વગર બેરોકટોક ફરી રહ્યા છે અને નગરમાં ખરીદી કરી રહ્યા છે ત્યારે આ ગ્રામ્ય વિસ્તારના લોકો સરકાર ની ગાઈડ લાઈન વગર નગરમાં ફરતા જોવા મળી રહ્યા છે શુક્રવારી હાટ બજારમાં પણ આજે લોકો ટોળે ટોળા થઈ ફરતાં હતાં ત્યારે હાટ બજાર માં ફરતાં લોકો ને કોરો ના નું સંક્રમણ નહિ લાગી સકે જેવા અનેક સવાલ ઉઠવા પામ્યા છે નગર માં હાલમાં અનેક લોકોને કોરોના પોઝિટિવ આવતા સરકારી તેમજ ખાનગી દવાખાનામાં સારવાર કરાવી રહ્યા છે અને કેટલાક લોકો પોઝિટિવ હોવા છતાં પણ તેઓ છુપાવી રહ્યા હોવાનું દેખાઈ રહ્યું છે બીજી તરફ સરકારની ગાઇડ લાઇન ના કારણે સરકારી તંત્ર પણ ખોખલું બન્યો હોય તેમ દેખાઈ રહ્યું છે ત્યારે હવે કોરોના સંક્રમણ વધુ ફેલાતા રોકવામાં સરકારી તંત્ર કડક હાથે કાર્યવાહી હાથ ધરી લોકો સામે પગલાં લેવામાં આવે તો આ સંક્રમણ ફેલાતું અટકે તેમ છે તો શું તંત્ર દ્વારા પગલા લેવામાં આવશે ખરા તે જોવાનું રહ્યું તસવીર દેવગઢબારિયા નગરમાં સરકારની ગાઇડ લાઇનના ધજીયા ઉડાડતા લોકો દ્રશ્યમાન થાય છે.

error: Content is protected !!