Saturday, 20/04/2024
Dark Mode

કોરોના સંક્રમણને નાથવા વહીવટી તંત્ર દ્વારા કરાઈ જાહેરાત:રવિવારે વાણિજય પ્રવૃત્તિ કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો

કોરોના સંક્રમણને નાથવા વહીવટી તંત્ર દ્વારા કરાઈ જાહેરાત:રવિવારે વાણિજય પ્રવૃત્તિ કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો

દાહોદ તા.20

દાહોદમાં રવિવારે વાણિજ્ય પ્રવૃત્તિ કરવા ઉપર પ્રતિબંધ

દાહોદ જિલ્લામાં કોરોના વાયરસના વધતા જતા કેસોને ધ્યાને લઇ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓને બજારોને સેનિટાઇઝ કરવાનો અવકાશ રહે એ માટે કલેક્ટર શ્રી વિજય ખરાડીએ સમગ્ર જિલ્લામાં રવિવારે વાણિજ્યક પ્રવૃત્તિઓ કરવા ઉપર પ્રતિબંધ મૂક્યો છે.

તેમણે જણાવ્યું છે કે, દાહોદમાં કોરોના વાયરસને નિયંત્રિત કરવા માટે જાહેર સેનિટાઇઝેશનની કરવી પણ ખૂબ જ જરૂરી છે. એથી દાહોદ નગર સહિત સમગ્ર જિલ્લામાં રવિવારે વેપારીઓ પોતાની વાણિજ્ય પ્રવૃત્તિ કરી નહીં શકે. એટલે કે, વેપારીઓએ રવિવારે રજા રાખવાની રહેશે. આ બાબતનો અમલ આવતી કાલ તા. ૨૧-૦૩-૨૦૨૧થી કરવાનો રહેશે અને બીજી સૂચના ન મળે ત્યા સુધી આ વ્યવસ્થાને અનુપાલન કરવાનું રહે છે. જો કે, જીવનજરૂરી જેવી કે દવાઓ, દૂધ વેચાણની પ્રવૃત્તિ કરી શકાશે.

બાકીના દિવસોમાં પણ વેપારીઓ પોતાના વેપાર સ્થળોએ સામાજિક અંતરનું પાલન થાય એ સુનિશ્ચિત કરે, દૂકાનો ઉપર સેનટાઈઝરની વ્યવસ્થા અને ગ્રાહકો માસ્ક પહેરીને જ આવે તેનું પાલન થાય એ બાબત વેપારીઓએ જોવાની રહેશે.

error: Content is protected !!