Monday, 14/06/2021
Dark Mode

દાહોદ:રાષ્ટ્રીયકૃત બેંકોના ખાનગીકરણ ના વિરોધમાં દાહોદ જિલ્લાના બેંકના કર્મચારીઓ બે દિવસીય હડતાલ પર ઉતર્યા:નાણાકીય વ્યવહાર ખોરવાયો

દાહોદ:રાષ્ટ્રીયકૃત બેંકોના ખાનગીકરણ ના વિરોધમાં દાહોદ જિલ્લાના બેંકના કર્મચારીઓ બે દિવસીય હડતાલ પર ઉતર્યા:નાણાકીય વ્યવહાર ખોરવાયો

 જીગ્નેશ બારીયા :- દાહોદ 

દાહોદ તા.૧૫

સરકારી બેન્કોના ખાનગીકરણના વિરોધમાં સમગ્ર દેશના બેન્ક કર્મચારીઓએ બે દિવસીય હડતાળનું સશ્ત્ર ઉગામતાં દાહોદ જિલ્લામાં પણ તમામ બેન્કો બંધ રહેતાં બેન્કોના ગ્રાહકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આજે ૧૫મી અને આવતીકાલે ૧૬મી એમ બે દિવસ બેન્કો બંધ રહેવાના સમાચારો મળતાં જિલ્લાવાસીમાં બેંન્ક ખાતેદારો અને ખાસ કરીને વેપારી વર્ગ અને રોજીંદા બેન્કોના કામકાજમાં સંકળાયેલા લોકોને ભારે હેરાન પરેશાન થવું પડ્યું હતું.

 સરકારી બેન્કોના ખાનગીકરણના વિરોધમાં બેન્ક કર્મચારીઓના ૯ યુનિયનની એકછત્રી સંસ્થા યુનાઈટેડ ફોરમ ઓફ બેન્ક યુનિયન્સ દ્વારા ૧૫મી અને ૧૬મી માર્ચના રોજ દેશવ્યાપી હડતાળનું આહ્વાવાન કરવામાં આવ્યું છે જેને પગલે આજે સોમવારે અને આવતીકાલે મંગળવારે દેશભરની સરકારી બેન્કોમાં કામકાજ ખોરવાઈ ગયો છે. દેશભરના ૧૦ લાખ જેટલા કર્મચારીઓ અને અધિકારીઓ આ હડતાળમાં જાેડાયા હોવાનું જાણવા મળી રહ્યું છે. વાત કરીએ દાહોદ જિલ્લાની તો દાહોદ શહેર સહિત જિલ્લામાં પણ આ બે દિવસીય બેન્ક હડતાળના કારણે વેપારી વર્ગ, દુકાનદાર, વ્યવસાય, રોજગાર ધંધો કરતાં અને રોજીંદા નાણાંકીય વ્યવહારો કરતાં લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. બેન્કોના ક્લીયરીંગ પણ અટવાયાં હતાં. ખાસ કરીને દાહોદ જિલ્લો આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે તેમાંય આસપાસની ગ્રામીણ પ્રજાને આ બાબતની જાણ ન હોવાને કારણે બેન્કના ધક્કા ખાવાનો વારો પણ આવ્યો હતો. વધુમાં જાણવા મળ્યા અનુસાર, ૧૭મી માર્ચથી જનરલ ઈન્શ્યુરન્સ અને ૧૮મી માર્ચે જીવન વીમા કર્મચારીઓ પણ હડતાળ ઉપર ઉતરવાનો છે. આમ, દાહોદ જિલ્લામાં પણ બેન્ક હડતાળના ભાગરૂપે લોકોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો હતો અને લોકોનો નાણાંકીય વ્યવહાર પણ ખોરવાયો હતો.

————————–

error: Content is protected !!