Wednesday, 22/09/2021
Dark Mode

ફતેપુરા-ઝાલોદ-સીંગવડમાં તાલુકા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખના દાવેદારો દ્વારા ફોર્મ ભરાયા

ફતેપુરા-ઝાલોદ-સીંગવડમાં તાલુકા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખના દાવેદારો દ્વારા ફોર્મ ભરાયા

 શબ્બીર સુનેલવાલ :- ફતેપુરા, કલ્પેશ શાહ :- લીમખેડા, સૌરભ ગેલોત :- લીમડી 

  • ફતેપુરા તાલુકા પંચાયત પ્રમુખ અને ઉપ-પ્રમુખ માટે ફોર્મ ભરાયા

  • સીંગવડ તેમજ ઝાલોદમાં પણ પ્રમુખ અને ઉપપ્રમુખ માટે ફોર્મ ભરાયા

ફતેપુરા તા.16

   ફતેપુરા તાલુકા પંચાયતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળતા આજરોજ તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ માટે ફોર્મ ભરવા માટે અને ચકાસણી હોય ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રમુખ તરીકે રમીલાબેન દિનેશભાઈ પારગી તેમજ ઉપપ્રમુખ તરીકે પર્વતભાઈ જગજીભાઈ તાવિયાડનો ફોર્મ ભરવામાં આવ્યું હતું.પ્રમુખ અને ઉપપ્રમુખ ઉમેદવારીપત્ર ભરતી સમયે ભારતીય જનતા પાર્ટી ફતેપુરા તાલુકાના પ્રમુખ રામાભાઇ કોદરભાઈ પારગી ઉપપ્રમુખ ભાવેશભાઈ પટેલ દાહોદ જિલ્લાના ભાજપના યુવા મોરચાના ઉપપ્રમુખ બાબુભાઈ આંમલીયાર ભાજપના તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યો કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.તારીખ ૧૭મી માર્ચેના રોજ સત્તાવર રીતે ચૂંટાયેલા પ્રમુખ ઉપપ્રમુખ જાહેર કરવામાં આવશે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તાલુકા પંચાયત કચેરીમાં તાલુકા વિકાસ અધિકારી પીએસ આમલીયારને ઉમેદવારીપત્રો રજૂ કરવામાં આવેલ હતું.

 સિંગવડ તાલુકા પંચાયતના પ્રમુખ તથા ઉપપ્રમુખ માટે ઉમેદવારી ફોર્મ ભરાયા   

  સિંગવડ તાલુકા પંચાયતના પ્રમુખ માટે ડામોર કાંતાબેન ફુલસિંગ તથા ઉપ પ્રમુખ માટે નીલાબેન પર્વતભાઈ ડામોર જ્યારે કારોબારી ચેરમેન માટે તાવિયાડ રવેસિંહ તેરાભાઇ પક્ષના નેતા તરીકે ક્રિષ્નાબેન ચતુરભાઈ કિશોરી અને દંડક તરીકે જયા બેન રણજીત ઠાકોરનો સિંગવડ તાલુકા પંચાયતમાં ઉમેદવારી ફોર્મ રજૂ કરવામાં આવ્યા હતા.આ રીતે સિંગવડ તાલુકા પંચાયત ભારતીય જનતા પાર્ટીની બહુમતીથી વિજય થવાથી આ વખતે ભારતીય જનતા પાર્ટી દ્વારા સર્વ સંમતિથી આ નામોના પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. હવે દેખવાનું  છે કે 17.03.2021 ના રોજ પ્રમુખનો તાજ કોના શિરે રહેશે જયારે ઝાલોદ તાલુકા પંચાયતના પ્રમુખ માટે રમેશભાઈ ભાભોર તેમજ ઉપ પ્રમુખ માટે અનિતાબેન મછારે આજ રોજ ઝાલોદ તાલુકા પંચાયતમાં ઉમેદવારી ફોમ રજુ કર્યું

error: Content is protected !!