Thursday, 20/01/2022
Dark Mode

ફતેપુરા:તાલુકા-જિલ્લા પંચાયતો પર ભાજપનો કબ્જો:કોંગ્રેસની ભૂંડી હાર, બીટીપી-આપ પાર્ટીને જાકારો

ફતેપુરા:તાલુકા-જિલ્લા પંચાયતો પર ભાજપનો કબ્જો:કોંગ્રેસની ભૂંડી હાર, બીટીપી-આપ પાર્ટીને જાકારો
બાબુ સોલંકી, સુખસર /શબ્બીર સુનેલવાલ, ફતેપુરા 
  • ફતેપુરા તાલુકામાં ભાજપના ઉમેદવારોનો તાલુકા-જિલ્લા બેઠકો ઉપરભવ્ય વિજય:કોંગ્રેસને હયાતી પુરતી સીટો મળી.

  •   તાલુકા પંચાયતની ૨૮ સીટો પૈકી ભાજપને ફાળે ૨૩ બેઠક,કોંગ્રેસને ત્રણ, અપક્ષનો બે સીટ ઉપર વિજય,બીટીપી ખોવાઈ.

  •   ફતેપુરા તાલુકાની જિલ્લા પંચાયતની ૬ બેઠકો ભાજપે કબજે કરી.

 સુખસર/ફતેપુરા,તા.૨

     ફતેપુરા તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની તાલુકા-જિલ્લા પંચાયત ચૂંટણીની મત ગણતરી આજરોજ ફતેપુરા આઇ.કે. દેસાઈ હાઇસ્કુલ ખાતે કરવામાં આવી હતી. જેમાં મતગણતરી બાદ જોતા તાલુકા- જિલ્લા પંચાયતની મોટાભાગની બેઠકો ઉપર ભાજપે કબ્જો જમાવ્યો હોવાનું જોવા મળે છે.તેમાં જિલ્લા પંચાયતની ૬ બેઠકોના ચૂંટણીના પરિણામો જોતા તમામ બેઠકો ભાજપે કબજે કરી છે. જ્યારે તાલુકા પંચાયતની ૨૮ બેઠકો પૈકી ૨૩ બેઠકો ભાજપના ફાળે ગઇ છે.જ્યારે બે બેઠકો ઉપર અપક્ષના ઉમેદવારો જ્યારે કોંગ્રેસે ત્રણ બેઠકો ઉપર જીત મેળવી છે.

       વિગતે જોઈએતો બારસાલેડા ભાજપના ઉમેદવાર ઉષાબેન પ્રહર ભાઈ પારગી, ઇટાં સરલાબેન કનુભાઈ અપક્ષ,ભીચોર અશ્વિનભાઈ હકરાભાઈ ડીંડોર બીજેપી,મોટી ઢઢેલી રાકેશ ભાઈ છગન ભાઈ પારગી ભાજપ, મોટીરેલ વિજયભાઈ ધુળાભાઈ કટારા ભાજપ,છાલોર નાથુભાઈ રૂપાભાઈ ભાજપ,ધુધસ ભરત ભાઈ મગનભાઈ પારગી ભાજપ,વાંગડ રમીલાબેન દિનેશભાઈ પારગી ભાજપ,કરમેલ રાજેશભાઈ મથુરભાઈ પારગી ભાજપ,વટલી હંસાબેન સુરેશભાઈ વસૈયા ભાજપ, ડબલારા સામુડીબેન વિકલાભાઈ ડામોર ભાજપ,હડમત કમળાબેન તેરસીંગભાઈ મછાર ભાજપ,ગવા ડુંગરા શીતલબેન ભરતભાઈ ડીંડોર ભાજપ,જવેસી ગીતાબેન નરેન્દ્ર ભાઇ ડામોર અપક્ષ,મોટાનટવા ધીરાભાઈ હીરાભાઈ ચરપોટ ભાજપ,લખણપુર રજનીકાબેન ઘનશ્યામભાઈ મછાર કોંગ્રેસ,ભોજેલા સહલબેન મુકેશભાઈ બારીયા ભાજપ,નીંદકાપૂર્વ તેજુડીબેન કાળુભાઈ મછાર ભાજપ કંથાગર મિનેષભાઈ સુરસીંગભાઈ બારીયા ભાજપ,રૂપાખેડા પારુલબેન રમેશભાઈ ડામોર કોંગ્રેસ,મારગાળા સુરેખાબેન સુક્રમભાઇ ભાભોર ભાજપ,ડુંગર પર્વતસિંહ જગજીભાઈ તાવિયાડ ભાજપ,સાગડાપાડા કિરીટભાઈ પારસીંગભાઈ ગરાસીયા ભાજપ,સુખસર જયક્રિષ્નાબેન અંકુરભાઇ પટેલ ભાજપ,ફતેપુરા કાંતિભાઈ રૂપાભાઈ સમાચાર ભાજપ, કરોળિયા પૂર્વ જયાબેન મુકેશભાઈ પારગી ભાજપ લીંબડીયા રશ્મિકાબેન કમલેશભાઈ ગરાસીયા ભાજપ તથા સલરા રતનબેન રમણભાઈ નિસરતા કોંગ્રેસનો વિજય થયેલ છે.

     ફતેપુરા તાલુકાની 6 જિલ્લા પંચાયતો પર કમળ ખીલ્યું :કોંગ્રેસનો રકાસ 

      ફતેપુરા તાલુકાની છ જિલ્લા પંચાયત બેઠકો પૈકી ધુધસ પ્રતાપભાઈ ભલાભાઇ પારગી ભાજપ,લખણપુર બેઠક ઉપર પ્રફુલભાઈ દલસીંગભાઈ ડામોર ભાજપ, મારગાળા બેઠક ઉપર અલ્પાબેન અમરસિંહભાઈ ભાભોર જ્યારે મોટીરેલ બેઠક ઉપર ભારતીબેન નરેન્દ્રભાઈ પારગી ભાજપ, નીંદકાપૂર્વ સોનલબેન રાજેન્દ્રભાઈ મછાર ભાજપ,જ્યારે સલરા બેઠક ઉપર ભાજપના કાંતાબેન મુકેશભાઈ પારગી વિજયી નીવડ્યા હોવાનું જાણવા મળે છે.આમ જિલ્લા પંચાયતની ફતેપુરા તાલુકાની ૬ બેઠકો ઉપર ભાજપનો ભગવો લહેરાતા તાલુકામાં વિજયી ઉમેદવારોમાં વિજયોત્સવ મનાવાઈ રહ્યો છે.

error: Content is protected !!