ફતેપુરા તાલુકા પંચાયતની સીટો પર ૧૩ તેમજ જિલ્લા પંચાયતની સીટો પર 3 ઉમેદવારોએ ઉમેદવારી પત્ર પરત ખેંચ્યા

Editor Dahod Live
1 Min Read

 શબ્બીર સુનેલવાલ :- ફતેપુરા 

ફતેપુરા તાલુકામાં 28 સીટો અને જિલ્લા પંચાયત ની 6 સીટો પર 114 ઉમેદવારો વચ્ચે  ચૂંટણીનો જંગ જામશે,તાલુકા પંચાયત 28 સીટો પર 91 ઉમેદવારો તેમજ જિલ્લા પંચાયતની 6 સીટો 23 ઉમેદવારો વચ્ચે યોજાનાર ચૂંટણી જંગ:તાલુકા પંચાયતની સીટો પર ૧૩ ઉમેદવારોએ જ્યારે જિલ્લા પંચાયતની સીટો પર 3 ઉમેદવારોએ ઉમેદવારી પત્ર પરત ખેંચ્યા

ફતેપુરા તા.16

 ફતેપુરા તાલુકા પંચાયતની 28 સીટો અને ફતેપુરા તાલુકા પંચાયતમાં સમાવિષ્ટ જીલ્લા પંચાયત ને 6 સીટો પર ચૂંટણી જંગ માં કુલ એ 114 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ યોજાશે આજરોજ તાલુકા પંચાયત સભ્યોને અને જિલ્લા પંચાયતના સભ્યને ઉમેદવારીપત્રક ખેંચવાના અંતિમ દિવસે તાલુકા પંચાયતમાં 13 ઉમેદવારોએ ઉમેદવારીપત્ર તેમજ જિલ્લા પંચાયતના 3 ઉમેદવારોએ ઉમેદવારીપત્ર પરત ખેંચતા તાલુકા પંચાયત ની ૨૮ સીટો માટે 91 ઉમેદવારો તેમજ 6 જિલ્લા પંચાયત ની સીટો માટે 23 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જમવાનો હોય ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ભારતીય જનતા પક્ષ ભારતીય ટ્રાઇબલ પક્ષ સી પી એમ .આપ તેમજ અપક્ષ વચ્ચે ચૂંટણી જંગ જામશે હાલ તો દરેક પક્ષના ઉમેદવારો જીતવાનો દાવો કરી રહેલ છે

Share This Article