Wednesday, 04/12/2024
Dark Mode

સંતરામપુર તાલુકાના ગોઠીબ ગામે ખેડૂતોને સિંચાઈ માટે તળાવ ભરવાની કામગીરી હાથ ધરાઈ

સંતરામપુર તાલુકાના ગોઠીબ ગામે ખેડૂતોને સિંચાઈ માટે  તળાવ ભરવાની કામગીરી હાથ ધરાઈ

ઇલ્યાસ શેખ:સંતરામપુર 

સંતરામપુર તાલુકાના ગોઠીબ ગામે તળાવ ભરવાની કામગીરી હાથ ધરવામાં આવ્યું

સંતરામપુર તા.05

સંતરામપુર તાલુકાના ગોઠીબ ગામે ખેડૂતોને સિંચાઈ માટે તળાવ ભરવાની કામગીરી હાથ ધરાઈ

સંતરામપુર તાલુકાના ગોઠીબ ગામે તળાવ ભરવા માટે ગ્રામજનોની રજૂઆત કરી હતી.અને ગુજરાત સરકાર દ્વારા મહિસાગર જિલ્લાના તમામ તાલુકામાં સિંચાઇનું પાણી મળી રહે ઉદવહન યોજના શરૂ કરવામાં આવેલી હતી.આ યોજનામાં ગામડે ગામડે ખેડૂતોને પાણી મળી રહે તેના હેતુથી સંતરામપુરના ધારાસભ્ય કુબેરભાઈ ડીડોર સરકારને સતત રજૂઆત અને પ્રયત્ન કર્યા હતા.ગોઠીબ ગામના ખેડૂતોને પાણી માટીનો ગંભીર પ્રશ્નો ઉભો થયો હતો.મૂંગા પશુઓ માટે અને ખેતીના ઉપયોગ માટે પાણીની યોજના આખરે ગોઠીબ ગામના ખેડૂતોને નાની સિંચાઇ વિભાગ દ્વારા પાણી છોડવામાં આવેલું હતું. આજે તળાવ ભરવામાં આવેલું હતું. તળાવ ભરવાનો આરંભ થતાં જ ગ્રામજનોમાં આનંદ અને ખુશીની લહેર જોવાઈ રહી હતી. નાની સિંચાઈ દ્વારા પાણી છોડવામાં આવેલું હતું.તે સમય દરમિયાન સ્થળ ઉપર સંતરામપુર ના ધારાસભ્ય કુબેરભાઈ ડીડોર ગોઠીબ ગ્રામ પંચાયતના સરપંચ રાજેશભાઈ તાવિયાડ પણ ઉપસ્થિત રહ્યા હતા અને ગ્રામજનોએ સિંચાઈના પાણીનો લાભ મળતા જ આભાર વ્યક્ત કર્યો હતો.

error: Content is protected !!