કોરોના સામે જંગ…ગરબાડા પંથકમાં કોવીડ 19 રસીકરણનો બીજા તબક્કાનો આરંભ:પંથકમાં કુલ 78 જેટલાં સરકારી કર્મચારીઓને રસીકરણ કરાયું  

Editor Dahod Live
1 Min Read

વનરાજ ભુરીયા :- ગરબાડા 

કોરોના સામે જંગ…ગરબાડા પંથકમાં કોવીડ 19 રસીકરણનો બીજા તબક્કાનો આરંભ:પંથકમાં કુલ 78 જેટલાં સરકારી કર્મચારીઓને રસીકરણ કરાયું

ગરબાડા તા.05

કોવીડ-19 રસીકરણના બીજા તબક્કામાં સરકારી કર્મચારીઓને સુરક્ષિત કરવા માટે કોરોના વેક્સિન મૂકવામાં આવી રહી છે.જોકે વેક્સિનેશન બાદ કોઇ આડઅસરો જોવા ન મળતા  આરોગ્ય વિભાગે હાશકારો લીધો હતો.

ગરબાડામાં  પોલીસ જવાનો તથા રેવન્યુ વિભાગના કર્મચારીઓને વેક્સિન આપ્યા બાદ આજે ગરબાડા તાલુકામાં કોવીડ-19 રસીકરણ કેન્દ્ર ઉપર શાળાના શિક્ષકો તથા ગરબાડા ખાતે ચાલતા ખાનગી દવાખાના ના ડોકટરો તથા તેમના સ્ટાફ મળી કુલ ૭૮ લોકોને વેક્સિન મૂકવામાં આવી હતી.અને વેક્સિન મુકાવ્યા બાદ આ તમામ ને અડધો કલાક ઓબઝર્વેસનમાં રાખવામાં આવ્યા હતા. કોરોના વેક્સિન લીધા બાદ કોઈપણ વ્યક્તિ ને વેક્સિનની આડઅસર થઈ નહોતી. જે બાદ આરોગ્ય વિભાગે રાહતનો શ્વાસ લીધો હતો.

Contents
Share This Article