Friday, 19/04/2024
Dark Mode

ફતેપુરા તાલુકામાં કોરોના કાળમાં  બાળકોને”હોમ લર્નિંગ”ની કામગીરી ન કરાવનાર ત્રણ શાળાને નોટિસ: શિક્ષણ વિભાગની મુલાકાત દરમિયાન “લોલમપોલ”થી કાર્યવાહી કરાઈ

ફતેપુરા તાલુકામાં કોરોના કાળમાં  બાળકોને”હોમ લર્નિંગ”ની કામગીરી ન કરાવનાર ત્રણ શાળાને નોટિસ: શિક્ષણ વિભાગની મુલાકાત દરમિયાન “લોલમપોલ”થી કાર્યવાહી કરાઈ
ફતેપુરા તાલુકામાં કોરોના કાળમાં  બાળકોને  હોમ લર્નિંગ ની કામગીરી ન કરાવનાર ત્રણ શાળાને નોટિસ,શિક્ષણ વિભાગની ટીમ ની મુલાકાત દરમિયાન અનેક ચોંકાવનારી વિગતો બહાર આવી,જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ આફવા ગઢરા અને પાટવેલની શાળાને નોટિસ આપી.
 સુખસર તા.29
દાહોદ જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓમાં કોરોના કાળમાં ગ્રામીણ વિસ્તારના બાળકોને પણ શિક્ષણ ચાલુ રહેતી અર્થે હોમ લર્નિંગ સિસ્ટમ શરૂ કરાઇ હતી.જેમાં શિક્ષણ વિભાગની ટીમ દરમિયાન ત્રણ શાળાઓએ આ પ્રકારની કોઇ જ કામગીરી ન હોવાનું માલુમ પડતાં રિપોર્ટ કરાયો હતો. જેમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ ત્રણ શાળાને નોટિસ ફટકારતા ખડભળાટ મચી જવા પામ્યો છે.
રાજ્ય સહિત દેશભરમાં કોરોના મહામારીમાં સંક્રમણ ન ફેલાય તે અર્થે તમામ શાળાઓમાં રજા જાહેર કરી દેવાઇ હતી.તેમજ થોડા સમય બાદ માત્ર શિક્ષકોને શાળામાં બોલાતા હતા અને તેઓને ફરી ફરી એ જ શિક્ષણ આપવાની સૂચના અપાઇ હતી. તેમજ ઓનલાઇન શિક્ષણ શરૂ કરાયું હતું.દાહોદ જિલ્લામાં સરકારી પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા મોટા ભાગના બાળકો પાસે ઓનલાઇન સુવિધાનો હોવાથી પ્રાથમિક શાળાના શિક્ષકોને હોમ લર્નિંગ શિક્ષણ આપવાની સૂચના અપાઇ હતી.જેમાં ફતેપુરા તાલુકાની કેટલીક શાળાઓમાં બ્લોક અધિકારીની ટીમ અને સ્કૂલ ઇન્સ્પેક્ટરની ટીમ દ્વારા શાળા મુલાકાત લેવાઈ હતી.જેમાં ત્રણ જેટલી પ્રાથમિક શાળાઓએ હોમ લર્નિંગ શિક્ષણ આપ્યું જ ન હોવાનું પ્રકાશમાં આવ્યું હતું.અને તેનો રિપોર્ટ જિલ્લા કક્ષાએ કરવામાં આવ્યો હતો. જેથી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા ફતેપુરા તાલુકાની આફવા પાટવેલ અને ગઢરા પ્રાથમિક શાળા ને નોટિસ ફટકારી હતી અને ખુલાસો માગ્યો હતો
સુખસર પંથકમાં બે શાળાઓમાં હોમ લર્નિગની કામગીરી ન કરાતાં નોટિસ ફટકારી છે.:- રમેશભાઈ રટોડા. (તાલુકા બ્લોક અધિકારી)
કોરોના સમય દરમિયાન શાળાઓની મુલાકાત લેવાઈ રહી છે.જેમાં પાટવેલ ગઢરા અને આફવા પ્રાથમિક શાળાની મુલાકાત દરમિયાન શિક્ષકો દ્વારા હોમ લર્નિંગ તેમજ ગ્રામીણ વિસ્તારના બાળકોને ફળિયામાં જઈને શિક્ષણ આપવાની કોઈ આયોજન કરાયું ન હતું.જે બાબતે જિલ્લા કક્ષાએ રિપોર્ટ કર્યો હતો અને ત્રણ શાળાને નોટિસ ફટકારી છે.

error: Content is protected !!