સુખસરમાં ખાનગી મોબાઈલ ટાવરના જનરેટર માં લાગી આગ,આગની જ્વાળાઓ નીકળતા આસપાસના લોકોમાં ગભરાટ ફેલાયો..

Editor Dahod Live
1 Min Read

 હિતેશ કલાલ :- સુખસર 

સુખસરમાં ખાનગી મોબાઈલ ટાવરના જનરેટર માં લાગી આગ,આગની જ્વાળાઓ નીકળતા આસપાસના લોકોમાં ગભરાટ ફેલાયો,પોલીસે સ્થળ પર આવી આગ ઓલવી સ્થિતિ કાબુમાં લીધી.

 સુખસર તા.08

ફતેપુરા તાલુકાના સુખસરમાં મેન બજાર વિસ્તારના પાછળના ભાગે આવેલા ખાનગી ટાવર ફતેપુરા તાલુકાના સુખસરમાં મેન બજાર વિસ્તારના પાછળના ભાગે આવેલા ખાનગી ટાવર પરિસરમાં જનરેટરમાં આગ લાગી હતી.અગ્નિચક્ર વાળાઓને લઈ આસપાસના લોકોમાં ગભરાટ ફેલાઇ જવા પામ્યો હતો.પોલીસને જાણ કરતાં જ પોલીસે સ્થળ પર આવીને ટાવર પણના સાધનો થી આગ ઓલવી હતી.અને સ્થિતિ કાબૂમાં લીધી હતી.આગ કયા કારણસર લાગી તે જાણી શકાયું ન હતું. તેમજ ખાનગી ટાવર પરિસરમાં કોઈ સિક્યુરિટી ગાર્ડ કે સુપરવાઈઝર પણ હાજર ન હોવાનું જાણવા મળ્યું હતું.રાત્રિના સમયે સ્ટ્રીટ  લાઈટની પણ સુવિધા ન હોવાથી અંધકાર ભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. આગની ઘટનાને લઇને લોકોમાં ભય ફેલાઈ ગયો હતો જેથી વહીવટી તંત્ર દ્વારા સંબંધિત ટાવર વિભાગ સામે કાયદેસરની કાર્યવાહી કરે તે જરૂરી બન્યું છે.

Share This Article