Friday, 25/06/2021
Dark Mode

ઝાલોદના ભાજપના કાઉન્સિલર હિરેન પટેલની હત્યા કેસમાં પૂર્વ સાંસદ પૂત્ર અમિત કટારાની ધરપકડ

ઝાલોદના ભાજપના કાઉન્સિલર હિરેન પટેલની હત્યા કેસમાં પૂર્વ સાંસદ પૂત્ર અમિત કટારાની ધરપકડ

રાજેન્દ્ર શર્મા /જીગ્નેશ બારીયા :- દાહોદ 

દાહોદ તા.૩૧

ઝાલોદ તાલુકાના નગરપાલિકાના કાઉન્સીલર હિરેન પટેલના હત્યાકાંડમાં ઝાલોદના ધારાસભ્ય ભાવેશ કટારાના ભાઈ અમિત કટારાનું નામ આ હત્યાકાંડમાં સામેલ થતાંની વેંત એક્શનમાં આવેલ દાહોદ પોલીસે અમીત કટારાની શોધખોળના ચક્રોગતિમાન કરી દીધા હતા.ત્યારે આજે ૨૦૨૦ના અંતિમ દિવસે થર્ટી ફસ્ટની સમી સાંજે જ દાહોદ એલ.સી.બી.પોલીસ અને સંયુક્ત પોલીસ ટીમને મળેલ બાતમીના આધારે આ અમીત કટારા ઝાલોદ તાલુકાના ચીત્રોડીયા ગામે એક મકાનમાં હોવાની બાતમી મળતાંની સાથે જ પોલીસ કાફલો સ્થળ પર પહોંચી જઈ  અમિત કટારાને ઝડપી પાડ્યો હોવાની ખબરો વહેતી થતાંની સાથે જ જિલ્લાવાસીઓમાં સ્તબ્ધતાનો માહોલ છવાઈ ગયો હતો. ત્યારે બીજી તરફ હવે દાહોદ જિલ્લાના રાજકારણમાં પણ આ અમીત કટારાની ધરપકડથી એક નવો વળાંક આવવવાની પુરેપુરી સંભાવનાઓ પણ વ્યક્ત કરાઈ રહી છે.જોકે વધુ મળતી માહિતી અનુસાર પકડાયેલા અમિત કટારાને એલસીબી કચેરી ખાતે લાવવામાં આવ્યું હતું. અને કોરોનાનો રેપિડ ટેસ્ટ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

દાહોદ જિલ્લા પોલીસ અને એલ.સી.બી.પોલિસને મળેલ બાતમીના આધારે આ કેસમાં મુખ્ય ભુમિકામાં સામેલ એવા અને ઝાલોદના ધારાસભ્ય ભાવેશ કટારાના ભાઈ અમિત કટારાનું પણ આ હત્યાકાંડમાં નામ ઉછળ્યું હતુ. આ અમિત કટારા ઝાલોદ તાલુકાના ચિત્રોડિયા ગામે એક મકાનમાં સંતાઈને બેઠો હોવાની પોલિસને બાતમી મળતાં જ પોલીસ કાફલો ચિત્રોડિયાથી ધરપકડ કરી હતી. આ અમિત કટારાની ધરપકડ કર્યા બાદ તેને દાહોદ એલ.સી.બી.પોલિસ મથકે લાવવામાં આવ્યો હતો ત્યા તેના પ્રથમ કોરોના ટેસ્ટ હાથ ધરવામાં આવ્યા હતાં.

એલસીબીની ટીમે અમિતને ચિત્રોડિયા પોતાના ઘરેથી ઝડપી પાડ્યો:હિરેન પટેલ હત્યાકાંડનો મુળ હાથવેતમાં

વધુ મળતી માહિતી અનુસાર હિરેન પટેલ મર્ડર કેસમાં સામેલ ઇમરાન ગુંડાલો વોન્ટેડ હતો. દાહોદ પોલિસ સહીત અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ઇમરાન ગુંડાલાને શોધી કાઢવા આકાશ પાતાળ એક કરી રહી હતી. તે સમયે આ હાઈપ્રોફાઈલ મર્ડર કેસમાં ગુજરાત એટીએસની એન્ટ્રી થાય છે.ગુજરાત એટીએસના વડા હિમાંશુ શુક્લાના નેતૃત્વમાં ચૂનિંદા અધિકારીઓ આ મર્ડર કેસનો ભેદ ઉકેલવામાં જોતરાઈ ગયા હતા. ત્યારે કહેવાય છે કે ઇમરાન ગુંડાલાએ તેના એક ઓળખીતાને કરેલો એક ફોન કોલ ગુજરાત એટીએસ માટે મોટો બ્રેક થ્રુ બની ગયો હતો. અને આખરે છેલ્લા કેટલાય દિવસની સંતાકૂકડી બાદ તારીખ 27.12.2020 ના રોજ ઇમરાન ગુંડાલાને ગુજરાત એટીએસએ હરિયાણાના મેવાત માંથી ઝડપી પાડી અમદાવાદ ખાતે લાવવામાં આવ્યો હતો. અને એટીએસની પૂછપરછમાં અમિત કટારાના કહેવાથી હિરેન પટેલની હત્યા કરાઈ હોવાનું ઘસ્ફોટક થતાં ઝાલોદ સહીત પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. ત્યારબાદથી જ એલસીબી તેમજ દાહોદ પોલીસ અમિત કટારાની શોધખોળ કરી રહી હતી.ત્યારબાદ એલસીબી પીએસઆઇ પીએમ મકવાણાને મળેલ ખાનગી બાતમી મળી હતી કે અમિત પોતાના ઘરે આરામ ફરમાવી રહ્યો છે. તે બાતમીના આધારે એલસીબી ટીમને થોડે દૂર સ્ટેન્ડ ટુ રાખી બે બાઈક પર નીકળેલા પીએમ મકવાણાએ ચિત્રોડીયા ખાતેના આવેલા અમિતના નિવાસ સ્થાનેથી ઉંઘતો ઝડપી પાડ્યો હતો.જોકે રાજકીય અદાવતે તેમજ કોંગ્રેસથી સત્તા ઝૂટવી લેવામાં હિરેન પટેલની ચાવીરૂપ ભૂમિકાના લીધે આ હત્યાને અંજામ આપ્યો હોવાનું સપાટી પર આવ્યું છે. ત્યારે હવે અમિત કટારાની ધરપકડ બાદ આ સમગ્ર મામલા પરથી પરદો ઉંચકાશે તેવું લાગી રહ્યું છે. હિરેન પટેલ મર્ડર કેસની મર્ડર મિસ્ટ્રીનો ભેદ ઉકેલશે.

હિરેન પટેલ અને ઇમરાન ગુડાલાનું પાલિકાને લઈને સમાધાન થયું હતું.બંધ બારણે થયેલા સમાધાન બાદ જ હિરેન પટેલ નિર્ભય બની અને એકલા ફરતા થયા હતા.

હિરેન પટેલની હત્યામાં પાલિકાની સત્તા જ જવાબદાર હોવાનું હાલ સપાટી પર આવ્યું છે.ત્યારે પોતાના પર હુમલો થવાની આશંકાઓ સેવી રહેલા હિરેન પટેલ સહિતના કાઉન્સિલર બંધ બારણે મળેલી એક બેઠકમાં થયેલા સમાધાન બાદ જ મુક્ત રીતે ફરતા થયા હોવાનું વિશ્વસનીય સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

ઝાલોદ પાલિકા ની સત્તા ભાજપા તરફ લાવ્યા બાદ પોતાની જાનને ખતરો હોવાથી પોલીસ રક્ષણ પાલિકાના તમામ કાઉન્સિલર દ્વારા માંગવામાં આવ્યું હતું. જેમાં સ્વ. હિરેન પટેલ નો પણ સમાવેશ થાય છે. તેમ છતાં માત્ર એક માસમાં એવું તો શું થયું કે હિરેન પટેલ સહિતના કાઉન્સિલરને પોતાના પર હુમલો થવાની આશંકાઓ હોવા છતાં મુક્ત મને એકલા ફરતા થઈ ગયા હતા.

આ અંગે પાલિકા વર્તુળમાંથી મળેલી માહિતી મુજબ પાલિકા માં સત્તા પલટો થયા બાદ પાલિકા ના કાઉન્સિલર મોટા ભાગે એકલા ફરવાનું ટાળતા હતા. તો ઝાલોદ બહાર જવાનું પણ મોટે ભાગે ટાળતા હતા. કારણકે પાલિકા ની સત્તા બેસાડવા ભૂગર્ભમાં ઉતરેલા સભ્યો સાથે જે તે સ્થળે એક બે વાર એવી અઘટિત ઘટનાઓ થઈ હતી. જેને પગલે પાલિકા ના સભ્યો માં રીતસરનો ભય પણ ફેલાયો હતો.અને આથી જ પાલિકાના પ્રમુખ ઉપપ્રમુખની ચુંટણી પણ લોખંડી પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજાઇ હતી.તો ત્યાર બાદ ના વિજય સરઘસમાં પણ પોલીસ તૈનાત હતી. ત્યાર બાદ પણ સત્તા તરફી કાઉન્સિલર દ્વારા પોલીસ બંદોબસ્તની માંગણી કરી હતી.

પરંતુ હિરેન પટેલ તથા ઇમરાન ગુડાલા વચ્ચે બંધ બારણે સમાધાન થયેલ હતું. જેને પગલે હિરેન પટેલ સહિતના કાઉન્સિલર ઉપર હવે કોઈ પણ પ્રકારનો ખતરો ના હોવાનું આશ્વાસન મળ્યું હતું. આ મીટિંગમાં પાલિકાના અન્ય કાઉન્સિલર પણ સામેલ હતા.ત્યાર બાદ જ પાલિકાના સભ્યો નિર્ભિક બની અને ફરતા થયા હતા.
પાલિકાની સત્તા ગયાને પંદરમા જ દિવસે હિરેન પટેલની હત્યા નું કાવતરું રચવામાં આવ્યું હતું. પરંતુ એ બાદ જ મળેલી આ બેઠકમાં સમાધાન કરવામાં આવ્યું હતું. આ સમાધાન માત્ર દેખાડા ખાતર જ કરવામાં આવ્યું હતુ. ત્યારે કેટલા કાવાદાવા રચી અને કાઉન્સિલર હિરેન પટેલની હત્યા કરવામાં તે આવનાર સમયમાં બહાર આવશે

અંતિમ અગ્રવાલની આત્મહત્યાની તપાસમાં પણ ઢીલ:પરિવારજનોનો આક્ષેપ 

અંતિમ અગ્રવાલની ફાઈલ તસવીર

ઝાલોદના અન્ય કાઉન્સિલર અંતિમ અગ્રવાલ દ્વારા પણ આત્મ હત્યા કરવામાં આવી હતી. ત્યારે પાલિકાના જાણકાર એવો કોંગી કાઉન્સિલર અંતિમ અગ્રવાલ, અમિત અને ઇમરાન નો ખાસ ગણાતો હતો, તો પરિજનો એ પણ કોઈની ધાક ધમકી કે દબાણમાં આવી અને આત્મહત્યા કરી હોવાની આશંકા વ્યક્ત કરી હતી. તેમ છતાં દોઢ મહિના જેટલો સમય વિતી જવા છતાં આ આત્મહત્યાની તપાસના નામે મીંડું છે. ત્યારે આ અંગે તપાસ થાય તો જ ક્યાં કારણોસર અંતિમ અગ્રવાલે મોત ને વ્હાલું કર્યું તે બહાર આવે તો તેને પણ ન્યાય મળે એમ છે.

ઝાલોદ નગરપાલિકામાં આચરયેલ  ગેરરીતિઓ અંગેની તપાસ વેગવંતી બની

ઇમરાન ગુડાલાની ધરપકડ થતા જ પાલિકામાં ગત અઢી વર્ષ માં થયેલી ગેરરીતિઓની તપાસ પણ વેગવંતી બની છે. જેને કારણે માત્ર કાગળ પર કામો કરી અને થયેલા કરોડોના ભ્રષ્ટાચાર સામે આવે તેમ છે. આ ભ્રષ્ટાચાર જેના ઇશારે અને જેના નેજા હેઠળ થયો છે તેવા નેતાઓ થી લઈને કાઉન્સિલરમાં પણ ભયનો માહોલ છે.

 

error: Content is protected !!