Tuesday, 15/06/2021
Dark Mode

ઝાલોદ:હિરેન પટેલ મર્ડર કેસમાં મોટો ખુલાસો:પૂર્વ સંસદ બાબુ કટારાના પુત્રે રાજકીય અદાવતે હત્યા કરાવી હોવાનું ઘસ્ફોટક

ઝાલોદ:હિરેન પટેલ મર્ડર કેસમાં મોટો ખુલાસો:પૂર્વ સંસદ બાબુ કટારાના પુત્રે રાજકીય અદાવતે હત્યા કરાવી હોવાનું ઘસ્ફોટક

દાહોદ લાઈવ ડેસ્ક….

પોલીસે જપ્ત કરેલો મુદ્દામાલ માં આરોપીઓએ હિરેન પટેલની હત્યા માટે રેકી કરવામાં અને ઉપયોગમાં લીધેલા વાહનો અને મોબાઈલ ફોન પોલીસે જપ્ત કર્યા છે . જેમાં બોલેરો ગાડી , ફોર્ડ ફીગો , 6 મોબાઇલ ફોનનો સમાવેશ થાય છે

દાહોદ તા.29

ઝાલોદ નગરપાલિકાના કાઉન્સિલર હિરેન પટેલની હત્યા કેસમાં પાંચ આરોપીની ધરપકડ બાદ આ કેસ રાજકીય હત્યા હોવાનો ઘટસ્ફોટ થયો છે ત્યારે ગુજરાત એન્ટિ ટેરરિસ્ટ સક્વોડે હત્યામાં સંડોવાયેલા વધુ એક આરોપી ઈમરાન ઉર્ફે ઈમુ ગુડાલાને હરિયાણામાંથી ઝડપી લીધો છે . આ હત્યા કોંગ્રેસના ધારાસભ્ય ભાવેશ કટારાના ભાઈના ઈશારે કરવામાં આવી હોવાનો દાવો ATS એ કર્યો છે

.પ્રાપ્ત વિગતોનુસાર,ત્રણ મહિના પહેલાં વાહનની ટક્કરથી ઝાલોદના કાઉન્સિલર હિરેન પટેલની હત્યા થઈ હતી.આ કેસમાં ATS એ ગોધરાકાંડના આરોપી ઈરફાન પાડા ઉપરાંત મધ્યપ્રદેશના મોહંમદ સમીર, ઝાલોદના અજય કલાલ , સજ્જનસિંગ ઉર્ફે કરણ ચૌહાણ , સલીમ ઉર્ફે કાળાભાઈ શેખની ધરપકડ બાદ હરિયાણાથી ઈમરાન ગુડાલાની ધરપકડ કરી છે .ATS એ દાવો કર્યો છે કે હિરેન પટેલની હત્યા રાજકીય છે તથા ઝાલોદના કોંગ્રેસના ધારાસભ્ય ભાવેશ કટારાના ભાઈ અમિત કટારાના ઈશારે તેને અંજામ અપાયો હતો . ઉલ્લેખનીય છે કે અમિત પૂર્વ સાંસદ બાબુ કટારાનો પુત્ર છે . સૂત્રો અનુસાર અમિત કટારાએ ઈમરાન સાથે મળી હત્યાનું કાવતરું રચી અંજામ આર્યા હતો . હત્યા પાછળ હિરેન પટેલ દ્વારા ઝાલોદ નગરપાલિકામાં આચરવામાં આવતા કૌભાંડો હોવાની શંકા સેવાઈ રહી છે .આ હત્યામાં અમિત કટારા ઉપરાંત કોઈ રાજકીય નેતા કે આગેવાનની સંડોવણી છે કે કેમ તે અંગે ATS દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે . પોલીસ સૂત્રો અનુસાર હત્યાનો સૂત્રધાર ઇરફાન સીરાજ પાડા ( રહે.ગોધરા ) એ મૃતક હિરેન પટેલની હત્યા કરવા અજય હિંમત કલાલ ( રહે . ઝાલોદ ) પાસેથી સોપારી લીધી હતી . ઇરફાન પાડાએ તેના એમ.પી. , ઉજજૈનના મહેદપુર ગામના સાગરીતોનો સંપર્ક કરી કાવતરૂ રચી તેઓને ચાર લાખ આપવાનું નક્કી કર્યું હતું . બનાવના દિવસે આરોપીઓએ મૃતકના ઘરની તેમજ મોર્નિંગ વૈક પર નીકળતા રોડની બોલેરો ગાડીમાં બેસી રેકી કરી હિરેનભાઈના ફોટા બતાવી ઓળખ પણ નિશ્ચિત કરી હતી . હિરેનભાઈનજરે પડતાં ઇરફાન પાડાએ તેઓને દૂરથી બતાવી તેમની હત્યા કરાવી હતી . ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા મૃતક હિરેન પટેલના પરિવારજનોને મળ્યા હતાં અને આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહીનું આશ્વાસન આપ્યું હતું .

હિરેન પટેલની હત્યાનો માર્ગ અકસ્માતમાં ખપાવી દેવાનું આરોપીઓનું કાવતરું હતું …

ગત 27 મી સપ્ટેમ્બરે સવારે ૫ : ૩૦ થી ૬:૪૫ દરમિયાન ટીંટોડી આશ્રમ સામે ઝાલોદ – દાહોદ રોડ પર 48 વર્ષીય હિરેનભાઈ ઝુભાઈ પટેલ મોર્નિંગ વોક કરી રહ્યાં હતા ત્યારે અજાણ્યા વાહનચાલકે તેમને ટક્કર મારતાં માથાના ભાગે ગંભીર ઈજા થતાં તેમનું મૃત્યુ નિપજ્યું હતું . હિરેનભાઈના પુત્ર પંથે પોલીસને જાણ કરતાં પોલીસે અકસ્માત મોત નોંધી વધુ તપાસ હાથ ધરી હતી . મોત શંકાસ્પદ જણાતા દાહોદ પોલીસ અધિક્ષકે ઝાલોદ પોલીસ અધિક્ષકને તપાસ સોંપી હતી . નાયબ પોલીસ મહાનિરીક્ષક એમ.એસ. ભરાડાએ પંચમહાલ , ગોધરા રેન્જ તથા પોલીસ અધિક્ષક હિતેષ જોયસર તપાસ ટીમ રચી હતી . દાહોદ એ.એસ.પી. સૈફાલી બરવાલ , ડી.વાય એસ.પી.બી.વી. જાધવ , એલ.સી.બી.પી. આઇ . બી.ડી.શાહ , સાઇબર ક્રાઇમ પીઆઈ એચ.એન. પટેલ તેમજ એસ.ઓ.જી.પીઆઇ બી.આર. સંગાડા , પીએસઆઈ પી.એમ.મકવાણા તથા પીએસઆઈ ઈ.એ.સીસોદીયાનો ટીમમાં સમાવેશ કર્યો હતો . સમગ્ર રૂટ પર આવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ લઈ તપાસ કરતાં બનાવ સ્થળ નજીક આવેલા પેટ્રોલ પંપના સીસીટીવી ફૂટેજમાં બનાવ પહેલાં સફેદ રંગની બોલેરો જીપની હિલચાલ શંકાસ્પદ જણાઇ હતી . મોર્નિંગ વોક કરી રહેલા હિરેનભાઈની પાછળ આશરે પચાસેક મીટરના અંતરે એક ઈસમ ચાલતો દેખાતા તેને શોધી પૂછપરછ કરતાં સફેદ રંગની બોલેરોએ હિરેનભાઈને ટક્કર મારી મોત નિપજાવ્યું હોવાનું જાણવા મળ્યું હતું . આ માહિતીના આધારે પોલીસે રાજરથાન તરફથી પ્રવેશતા રોડ પરના ટોલટેક્સ ખાતે શંકાસ્પદ ગાડીઓની માહિતી એકત્ર કરવાનું કાર્ય શરૂ કર્યું હતું . રાજસ્થાનના ડુંગરપુર , જયપુર , બાંસવાડા ઉપરાંત મધ્ય પ્રદેશના ઇન્દોર , ઉજ્જૈન , રતલામમાં પણ અકસ્માતમાં ઉપયોગમાં લેવાયેલા વાહન અંગે તપાસ હાથ ધરી હતી . દરમિયાનમાં ટોલબૂથ પરથી ફૂટેજમાં યો જણાયેલી મધ્યપ્રદેશ પાસિંગની કાર શોધી લેવામાં આવી હતી . જેમાં મહોંમદ સમીર મોહંમદ શહેઝાદ રદ મુજાવર બનાવના આગલા દિવસે અમદાવાદ દવાખાનાની વરધીમાં કાર લઈ ગયો હોવાનું જાણવા મળ્યું ડો હતું , ડ્રાઈવરને ઝડપી લેતા સમગ્ર બનાવ ઉપરથી પડદો ઉચકાયો હતો અને હિરેન પટેલની હત્યાને માં માર્ગ અકસ્માતમાં ખપાવી દેવાનો આરોપીઓનું કાવતરું ઊંધુ પડી ગયું હતું .

અમિતે હિરેન પટેલની કેમ કરાવી હત્યા ?

 ઝાલોદ નગરપાલિકા પર કોંગ્રેસની સત્તા હતી . અમિત કટારાની પત્ની કિંજલ કટારા પાલિકાની પ્રમુખ હતી . જ્યારે સોનલ ડીંડોર ઉપપ્રમુખ હતા . પાલિકાનું રાજકીય પક્ષોના સંખ્યાબળ મુજબ કોંગ્રેસના ૧૪ , ભાજપના ૮ તથા ૬ અપક્ષ સભ્યો હતો . આ માહોલમાં હિરેન પટેલે ચાવીરૂપ ભૂમિકા ભજવી કોંગ્રેસના ચાર સભ્યોને તોડી પાડીને ત્રણ અપક્ષ સભ્યો અને આઠ ભાજપના સભ્યોની મદદથી ભગવો લહેરાવ્યો હતો . જે તે સમયે ઉપપ્રમુખ હતા તે સોનલ ડીંડોરને પ્રમુખ બનાવ્યા હતા . કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી લેવામાં હિરેન પટેલની મહત્વની ભૂમિકા રહી હતી . જેના પગલે અમિત કટારા તેનાથી છંછેડાયેલા હતા .અને કદાચ આ  કારણોસર જ કિરણ પટેલ ની હત્યા કરાઈ હોવાની આશંકા છે.

હિરેન પટેલ મર્ડર કેસમાં સામેલ આરોપીઓનો ગુનાઇત ઇતિહાસ

ઇરફાન સીરાજ પાડા રહે.ગોધરાનાની વિરુદ્ધમાં કુલ -૧૦ ગુના નોંધાયેલા | છે . ગોધરા રેલ્વે હત્યાકાંડ ૨૦૦૨ માં તેને આજીવન કેદની સજા ફટકારવામાં આવેલી છે . છેલ્લા એક વર્ષથી પેરોલ જમ્પ કરી ફરાર છે . બીજો આરોપી | સજ્જનસીંગ ઉર્ફે કરણ વિક્રમસિંહ ચૌહાણ રહે.શેખાખેડી તા.મહેદપુર ( એમ.પી. ) ની વિરુદ્ધ ગુજરાત અને મધ્યપ્રદેશમા ગેરકાયદે હથિયારના | તેમજ મર્ડર તેમજ લૂંટના ગુના નોંધાયેલા છે . આ આરોપી જેલ સમય દરમિયાન તેની સાથેના આરોપી ઇરફાન પાડા સાથે સંપર્કમાં આવેલો અને જેલમાંથી છૂટી ગયા બાદ પણ ઇરફાન પાડા સાથે સંપર્કમાં રહી આ કાવતરુ રચ્યું હતું . ત્રીજા આરોપી અજય હિંમત કલાલ રહે ઝાલોદ પાસાના ગુનામાં જેલમાં હતો તે દરમિયાન ઇરફાન પાડા સાથે સંપર્કમાં આવ્યો હતો અને જામીન પર મુક્ત થયા બાદ ફોનથી સંપર્કમાં રહેલો અને દાહોદ અને ઝાલોદમાં ઇરફાન પાડા સાથે મુલાકાત કરી કાવતરુ રચી , સોપારી આપી હતી . તેની વિરુદ્ધમાં પ્રોહિબિશનના 5 વધુ ગુના નોંધાયેલા છે .

 પોલીસે હિરેન પટેલ મર્ડર કેસમાં જપ્ત કરેલા વાહનો 

પોલીસે જપ્ત કરેલો મુદ્દામાલ માં આરોપીઓએ હિરેન પટેલની હત્યા માટે રેકી કરવામાં અને ઉપયોગમાં લીધેલા વાહનો અને મોબાઈલ ફોન પોલીસે જપ્ત કર્યા છે . જેમાં બોલેરો ગાડી , ફોર્ડ ફીગો , 6 મોબાઇલ ફોનનો સમાવેશ થાય છે. જોકે જે પીકપ ગાડીથી હિરેન પટેલ ને ઉડાવવામાં આવ્યો હતો.તે ગાડી હજી પણ પોલીસ પકડથી દૂર છે.

error: Content is protected !!