Thursday, 21/11/2024
Dark Mode

ઝાલોદ તાલુકાના વરોડ ટોલનાકા પર સર્જાયો ત્રિપલ અકસ્માત:એકનું મોત, અન્ય બે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત, હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા

ઝાલોદ તાલુકાના વરોડ ટોલનાકા પર સર્જાયો ત્રિપલ અકસ્માત:એકનું મોત, અન્ય બે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત, હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા
જીગ્નેશ બારીયા, દાહોદ /સુમિત વણઝારા :- લીમડી 

ઝાલોદ તાલુકાના વરોડ ટોલનાકા પર સર્જાયો ત્રિપલ અકસ્માત:એકનું મોત, અન્ય બે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત, હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા:લીમડી પોલિસ ઘટના સ્થળ પર પહોંચી, ટ્રાફિક નિયંત્રણ કર્યું 

દાહોદ તા.૨૪

ઝાલોદ તાલુકામાં આવેલ વરોડ ટોલ ટેક્સ નજીક આજરોજ રાત્રિના સમયે ત્રિપલ અકસ્માત ફોર વીલર,એમ્બ્યુલન્સ અને રસ્તાની સાઈડમાં ઉભેલ ડમ્ફર વચ્ચે માર્ગ અકસ્માત સર્જાતા એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજયાનું જાણવા મળે છે જ્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત બે લોકોને નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

ઝાલોદ તાલુકાના વરોડ ટોલનાકા પર સર્જાયો ત્રિપલ અકસ્માત:એકનું મોત, અન્ય બે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત, હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયામળતી પ્રાપ્ત વિગતો અનુસાર આજરોજ રાત્રીના સમયે ઝાલોદ તાલુકામાં આવેલ વરુણ ટોલટેક્સ નજીક રસ્તા ની બાજુમાં બગડેલી હાલતમાં ડમ્પર પડી રહ્યું હતું તે સમયે પાછળથી એક ફોરવિલ ગાડી ડમ્ફર ના પાછળ ધડાકાભેર અથડાઈ હતી અને તેની પાછળ એક એમ્બ્યુલન્સ પણ આ ફોરવીલ ગાડીની પાછળ અથડાતા ૩ વાહનો વચ્ચે સ્થળ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો ફોરવિલ ગાડી અને એમ્બ્યુલન્સમાં સવાલ કેટલાક વ્યક્તિઓ પૈકી એકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું જ્યારે બે વ્યક્તિઓને ઇજાઓ થતા તેમને નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ઘટનાને પગલે સ્થળ પર લોકો ઉમટી પડ્યા હતા અને ઈજાગ્રસ્તોને બહાર કાઢવાની તજવીજ પણ સ્થાનિકો દ્વારા હાથ ધરવામાં આવી હતી જોતજોતામાં પોલીસ પણ આવી પહોંચી હતી અને જામ થયેલ ટ્રાફિકને નિયંત્રણ કરવાની કામગીરી તાત્કાલિક હાથ ધરી હતી અકસ્માત સર્જાતા ઘણા સમય સુધી ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા અને વાહનચાલકો પણ અટવાયા હતા.

error: Content is protected !!