Monday, 14/06/2021
Dark Mode

દાહોદ તાલુકાના નાની સારસી ગામે ઇન્દોર-અમદાવાદ હાઇવે પર ત્રણ દિવસ અગાઉ થયેલી હત્યાનો ભેદ ઉકેલતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ:નાણાંની લેવડદેવડમાં બાળમિત્રો એ મિત્રની જ કરી કરપીણ હત્યાનો કર્યો ઘસ્ફોટક

દાહોદ તાલુકાના નાની સારસી ગામે ઇન્દોર-અમદાવાદ હાઇવે પર ત્રણ દિવસ અગાઉ થયેલી હત્યાનો ભેદ ઉકેલતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ:નાણાંની લેવડદેવડમાં બાળમિત્રો એ મિત્રની જ કરી કરપીણ હત્યાનો કર્યો ઘસ્ફોટક
  રાજેન્દ્ર શર્મા/જીગ્નેશ બારીયા :- દાહોદ લાઈવ ડેસ્ક….

દાહોદ તાલુકાના નાની સારસી ગામે ઇન્દોર-અમદાવાદ હાઇવે પર ત્રણ દિવસ અગાઉ થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો,નાણાંની લેવડદેવડમાં બાળમિત્રો એ મિત્રની જ કરી કરપીણ હત્યા,સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ કોર્સની મદદથી પોલીસે ગુનાનો ભેદ ઉકેલ્યો, સંતાનો પ્રત્યે લાપરવાહ માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો.

દાહોદ તા.૨૪

ત્રણ દિવસ આગાઉ દાહોદ તાલુકાના નાની સારસી ગામે ઈન્દૌર હાઈવે રોડ ખાતે ગત તા.૨૧મી ડિસેમ્બરના રોજ રાત્રીના આઠેક વાગ્યાના અરસામાં નાના ડબગરવાડ વિસ્તારમાં રહેતો ૧૯ વર્ષીય આશાસ્પદ યુવકની બળેલી હાલતમાં લાશ મળી આવી હતી. આ યુવકની હત્યા કરાઈ હોવાની આશંકાઓની વચ્ચે એલસીબીએ તપાસનો ધમધમાટ આરંભ કરી હત્યારાઓને પકડી પાડવા સારૂ ચક્રોગતિમાન કર્યા હતા. પોલિસે આ બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઈ ટેકનીકલ માધ્યમ સહિત સીસીટીવી માધ્યમોથી ગુન્હાનો ભેદ ઉકેલી હત્યાનો મુખ્ય સૂત્રધાર તેમજ બે બાળ કિશોરો મળી કુલ ત્રણ સગીર વયના બાળકોએ તેમના જ મિત્રની પૈસાની લેવડ દેવડ બાબતે ઘાતકી હત્યા કરી પુરાવાના નાશ કરવા માટે પેટ્રોલ છાંટી લાશને બાળી નાખી હોવાનું ઘસ્ફોટક થતાં પરિવાર સહિત પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.

દાહોદ શહેર સહિત જિલ્લામાં ચકચાર મચાવનાર હત્યાકાંડનો પ્લાન આવી રીતે ઘડાયો હતો.

દાહોદ શહેરના ડબગવાડ વિસ્તારમાં રહેતો ૧૯ વર્ષીય જગદીશ ઉર્ફે સોનુ રાજેશભાઈ દેવડાએ તેના સાથી બાળ કિશોર મિત્રને જે દાહોદમાં જ રહે છે તેને કેટલાક સમય પહેલા રૂપીયા ૨૦ હજાર વ્યાજે આપ્યા હતા. લાંબો સમય વિત્યા છતાં પણ આ ૨૦ અને તેના વ્યાજના નાણાં ન ચુકવતાં અવાર નવાર આ જગદીશ અને તેના મિત્ર વચ્ચે ઝઘડો તકરાર પણ થતો હતો. વ્યાજના રૂપીયાની રકમ વધીને એક લાખ થઈ ગયા હતા.આ એક લાખ રૂપીયા આપવા ના પડે તે માટે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરે જગદીશને મોતને ઘાટ ઉતારવાનો પ્લાન તૈયાર કર્યાે હતો.તેના અન્ય બે સાથી બાળ મિત્રોને પૈસાની લાલચ આપી મર્ડર કેસમાં સાથ આપવા સામેલ કરી દીધા હતા.

હત્યાકાંડને અંજામ આપનાર બાળ કિશોરે કાવતરાના ભાગરૂપે આગાઉથી જ મારક હથિયાર ઘટના સ્થળે સંતાડ્યા:વ્યાજના રૂપિયા તેમજ સોનાની લાલચ જગદીશને મોત સુધી ખેંચી લઇ ગયું 

સમગ્ર હત્યાકાંડના ચકચારી બનાવનો દિવસ એટલે તા.૨૧મી ડિસેમ્બરના રોજ આ ત્રણેય જણાએ આગોતરૂ કાવતરૂં રચી મુખ્ય સુત્રધાર બાળક કિશોરે તેના મિત્રોને મોટરસાઈકલ પર બેસાડી નાની સારસી ગામે આવ્યો હતો.અને એલ.પી.જી.ગેસ પંપની સામે ઈન્દૌર હાઈવે રોડના ડિવાઈડરની ઝાંડીઓમાં તલવાર અગાઉ જ સંતાડી દીધી હતી.ત્યારબાદ જગદીશે મુખ્ય સુત્રધાર બાળ કિશોરને ફોન કરી વ્યાજે આપેલા રૂપીયાની ઉઘરાણી કરી હતી.ત્યારબાદ મુખ્ય સુત્રધાર બાળ કિશોરે મૃતક જગદીશને ફોન કરી કહેલ કે, વ્યાજના રૂપીયા લઈને દાહોદ પડાવ પોલીસ ચોકીની સામે પેટ્રોલ પંપ ઉપર આવેલ છુ.અને મે એક જગ્યાએ સોનુ દાટેલ છે તે ખોદીશું તો તે તને આપી દઈશું તું તારા ઘરેથી હથોડી લેતો આવજે તેમ જગદીશને જણાવ્યું હતું. આ બાદ જગદીશ ઘરેથી હથોડી લઈ મુખ્યસુત્રધાર બાળ કિશોર પાસે ગયો હતો. આ બાદ જગદીશને ૨ હજાર રૂપીયા મુખ્યસુત્રધાર દ્વારા આપ્યા હતા.અને નજીકની હોટલ પર ચા પીવા માટે લઈ ગયો હતો. આ દરમ્યાન બીજા બે બાળ કિશોરો આ લોકોની પાછળ પાછળ આવ્યા હતા. ચા પીધા બાદ મુખ્ય સુત્રધાર દ્વારા જગદીશને દાટેલ સોનાની જગ્યાએ લઈ જવા લાલચ આપી હતી.અને નાની સારસી ગામે ઈન્દૌર હાઈવે પર ત્રણે જગદીશને લઈ ગયા હતા. મૃતક જગદીશ પોતાની સાથે લાવેલ હથોડી મુખ્ય સુત્રધારે લઈ લીધી હતી.અને નાટક કરી જમીન ખોદતો હતો. આ દરમ્યાન જ મુખ્ય સુત્રધારે મૃતક જગદીશના માથામાં હથોડી મારી દેતા લોહી લુહાણ થઈ ગયો હતો.અને તેવી સ્થિતિમાં મૃતક જગદીશ બુમાબુમ કરતાં મુખ્ય સુત્રધારની સાથે આવેલ બીજા બે બાળ કિશોરોએ જગદીશનું મોં અને પગ દબાવી દીધા હતા. આ બાદ મુખ્ય સુત્રધાર બાળ કિશોરે નજીકમાં પહેલાથી જ સંતાડી રાખેલ તલવાર લઈ આવી જગદીશના પીછના ભાગે બે – ત્રણ ઘા મારી દીધા હતા અને ગળાના ભાગે પણ તલવાર ફેંરવી દેતાં જગદીશનું ઘટના સ્થળ પર જ કમકમાટી ભર્યું મોતને ઘાટ ઉતારી આ ચકચારી હત્યાકાંડને અંજામ આપ્યો હતો.

ત્રણેય બાળકિશોરોએ જગદીશની હત્યા કરી પુરાવાના નાશ કરવા માટે લાશ પર પેટ્રોલ છાંટી આગ ચાંપી  

જગદીશ દેવડાની હત્યાને અંજામ આપ્યા બાદ ત્રણેય બાળ કિશોરો ત્યાંથી રવાના થયા બાદ નજીકમાં આવેલ દેસાઈ પેટ્રોલ પંપ પરથી પ્લાસ્ટિકની બોટલમાં ૫૦ રૂપીયાની પેટ્રોલ ભરાવી પરત ઘટનાસ્થળે આવી પુરાવાનો નાશ કરવા માટે મૃતક જગદીશના શરીર પર પેટ્રોલ ઝાંટી દિવાસળીથી આગ ચાપી જગદીશની લાશને બાળી દીધી હતી.

મિત્રની ઠંડા કલેજે હત્યા કર્યા બાદ મુખ્ય સુત્રધારે મિત્રોની મદદથી લોહીથી ખરડાયેલા કપડાં તેમજ હત્યામાં વપરાયેલ તલવાર સહીત મારક હથિયાર સગેવગે કર્યા 

મુખ્ય સુત્રધાર બાળકીશોરે મિત્ર જગદીશની હત્યા કર્યા બાદ નજીકમાં બાલાજી હોટલ પાસેથી  પાણીની ત્રણ બોટલો મંગાવી લોહીવાળા મોઢું અને હાથપગ ધોઈ લોહીથી લથબથ કપડા ઘરે બદલવા ગયો હતો.અને નવા કપડા પહેરી લોહીવાળા કપડાં ઈન્દૌર હાઈવે રોડ પર આવેલ એક મહિન્દ્રા શો – રૂમ નજીક નાંખી દીધા હતા. તેમજ હત્યામાં વપરાયેલા તલવાર તેમજ હથોડી ફેંકી નજીકમાં ફેંકી દીધી હતી. ત્યારબાદ મૃતક જગદીશની ટુ વ્હીલર વાહન હાઈવે રોડ ઉપર દરગાહ પાસે મુકી દઈ તેની ચાવી નાંખી દીધા બાદ ત્યાંથી મોટરસાઈકલ ઉપર બેસી રળીયાતી થઈ ઘરે આવી ગયા હતા.ઉપરોક્ત હત્યાની હકીકત ત્રણેય કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરોએ પોલીસ સમક્ષ કરતાં એકક્ષણે પોલીસના પણ હોંશ ઉડીં ગયા હતા. મૃતક જગદીશના પરિવાર સાથે સાથે કાયદાના સંઘર્ષમાં આવેલ ત્રણ બાળ કિશોરોના પરિવારોમાં પણ આક્રંદનો માહોલ સર્જાવા પામ્યો છે

શાકભાજીની દુકાન પર બેસનારો બાળક  ફોટોગ્રાફી તેમજ મોજશોખના રવાડે ચડી  સાથી મિત્રનો હત્યારો બન્યો  

કાયદાના સંઘર્ષમાં આવેલ આ મુખ્યસુત્રધાર બાળ કિશોર મૃતક જગદીશનો અંગત મિત્ર હતો. આ બાળ કિશોર પોતાની માતા સાથે શાકભાજીની દુકાન ઉપર બેસતો હતો.તેને કેમેરાથી ફોટોગ્રાફી કરવાનો તેમજ મોજશોખ કરવા કરવા જેવા પણ શોખ ધરાવતો હતો.જેથી પૈસાની જરૂર હોય જગદીશ પાસેથી આઠ માસ થોડા થોડા કરી કુલ રૂા.૨૦, ૦૦૦ વ્યાજે લીધા હતા. આ રૂપીયાનું વ્યાજ વધીને ૧ લાખ થઈ ગયું હતું. આ રૂપીયાની ઉઘરાણી સમયે જગદીશ અને તેના મિત્ર વચ્ચે અવાર નવાર ઝઘડો તકરાર પણ થતો હતો અને આખરે વ્યાજના લીધેલા રૂપીયા પરત ન આપવા પડે તે માટે મુખ્ય સુત્રધાર બાળ કિશોરે તેના બીજા બે મિત્રોની મદદથી જગદીશને મોતને ઘાટ ઉતારવાનો પ્લાન તૈયાર કરી લીધો હતો.

ટીવી સિરિયલથી પ્રેરિત થઇ બાળકીશોર મર્ડર જેવી ક્રૂર માનસિકતા સુધી પહોંચ્યો:ઉઘરાણીથી કાયમી છુટકારો પામવા માટે  મિત્રની કરી ઘાતકી હત્યા 

વધુમાં જાણવા મળ્યા અનુસાર, મુખ્ય સુત્રધારને ટીવી ચેનલો પર ક્રાઈમ પેટ્રોલ તેમજ સાવધાન ઇન્ડિયા સહિતની સીરીયલો જાેવાનો ખુબ જ શોખ હતો. આ ક્રાઈમ ટીવી શો જાેઈ તેને વિચાર આવ્યો હશે કે,કદાચ ગુન્હાહીત પગલું ઉઠાવી કાયમ માટે શાંતી પરંતુ તેને ક્યાં ખબર હતી કે, પોલીસ પકડથી બચી નહીં શકે. પોતાના અંગત મિત્રને જ પૈસાની લેતી – દેતી મામલે મોતને ઘાટ ઉતારી દેવામાં આવશે તે વિચાર તો કદાચ મૃતકના પરિવારજનોએ પણ નહીં કર્યાે હોય.

error: Content is protected !!