સંતરામપુર શહેર ના બંધ મકાનમાં શોર્ટ સર્કિટના કારણે લાગેલી આગમાં ઘર માલિકે લાખ રૂપિયા ઉપરાંતનું નુકસાન પહોંચી હોવાનું જાણવા મળે છે
સંતરામપુર શહેરના રહેતા ડગબરવાડ વિસ્તારમાં અજયભાઈ શાંતિલાલ મકાન બંધ કરીને ધંધા રોજગાર માટે ગયા હતા. તે સમયે અચાનક 9:00 ઈલેક્ટ્રીક શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાથી મકાન બળીને ખાખ થઇ ગયું હતું. મકાનની અંદર ઘરવખરી સામાન ધંધા રોજગાર માટે નું કટલેરી અને રેડીમેડ કાપડ અને રોકડા રૂપિયા બળીને ખાખ થઇ ગયું હતું. આશરે દોઢ લાખ જેટલું નુકસાન થવા પામ્યું હતું.આગને બુઝાવવા માટે આજુબાજુના રહીશો પોતાના ઘરેથી પાણીના લાવીને આગ બુઝાવવાની કોશિશ કરીએ પણ પરંતુ આગ કાબુમાં ન આવતા નગરપાલિકામાંથી ફાયર ફાઈટર દ્વારા જે આગ બુઝાવવામાં આવેલી હતી બંધ મકાનમાં આગ લાગવાથી કોઈ જાનહાની થઈ નથી. ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારને આજે ઈલેક્ટ્રીક શોર્ટસર્કિટના કારણે આગ લાગવાથી આશરે લાખનું નુકસાન થયું હતું.