Friday, 25/06/2021
Dark Mode

લીમખેડાની નાની બાંડીબાર ગામે સર્જાયેલી કરુણાંતિકાથી ચકચાર,લીમખેડાના બાંડીબાર ગામે બે સંતાનોને કુવામાં નાખી યુવાને ઝંપલાવતા ત્રણેયના મોતથી પંથકમાં ખળભળાટ ફેલાયો

લીમખેડાની નાની બાંડીબાર ગામે સર્જાયેલી કરુણાંતિકાથી ચકચાર,લીમખેડાના બાંડીબાર ગામે બે સંતાનોને કુવામાં નાખી યુવાને ઝંપલાવતા ત્રણેયના મોતથી પંથકમાં ખળભળાટ ફેલાયો

  દાહોદ લાઈવ ડેસ્ક ……

લીમખેડાની નાની બાંડીબાર ગામે સર્જાયેલી કરૂણાતિકાથી ચકચાર,લીમખેડાના બાંડીબાર ગામે બે સંતાનોને કુવામાં નાખી યુવાને ઝંપલાવતા ત્રણેયના મોત,પત્નીને પણ કુવામાં નાંખવાનો પ્રયાસ કરતો યુવાન:જીવજંતુ હોવાને કારણે ભારે જહેમત બાદ ત્રણેની લાશ બહાર કાઢતા ગ્રામજનો

લીમખેડા તા. 01

દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના નાની બાંડીબાર ગામે કોઈ અગમ્ય કારણોસર સર્જાયેલી સામૂહિક આત્મહત્યાની કરુણાંતિકામાં સાંજના સુમારે પોતાના ખેતરમાંથી ભીંડી કાપી પોતાના બે સંતાનો સાથે પરત ઘરે આવી રહેલ દંપતી પૈકી પતિએ પગદંડી રસ્તા પર આવેલ ખેતરમાંના અવાવરૂ કુવામાં પોતાની પત્નીને ફેંકવાનો કરેલો પ્રયાસ નિષ્ફળ જતા તેને પોતાના બે સંતાનોને કુવામાં ફેંકી દીધા બાદ પોતે ઘામાં મોતનો ભૂસકો મારતા અવાવરૂ કૂવામાં ઝેરી જીવજંતુઓ ફરતા હોવાથી કુવા કાંઠે આવી પહોંચેલા તરવૈયાઓએ પણ કૂવામાં કૂદવાની હિંમત ન કરતા ગ્રામજનોએ આખરે લોખંડની બિલાડી નાખી બે કલાકની ભારે જહેમત બાદ પિતા તથા બે સંતાનોની લાશ કૂવામાંથી બહાર કાઢ હોવાનું જાણવા મળેલ છે . આ સામૂહિક આત્મહત્યા પાછળનું કારણ હજુ અકબંધ

રહેવા પામ્યું છે . પ્રાપ્ત વિગત અનુસાર લીમખેડા તાલુકાના નાની બાંડીબાર ગામે રહેતા ૩૨ વર્ષીય જયંતીભાઈ સરતનભાઈ પટેલ તેની ૩૦ વર્ષીય પત્ની ધનીકાબેન , ૧૧ વર્ષીય પુત્ર મેહુલભાઈ જયંતીભાઈ પટેલ તેમજ ૦૮ વર્ષીય પુત્ર યાદવભાઈ જયંતીભાઈ પટેલ એમ ચારે જણા ગતરોજ તેઓના ભીંડી વાળા ખેતરમાં ભીંડી કાપવાનું કામ કરવા ગયા હતા અને ભીંડી કાપવાનું કામ પૂરું કરી સાંજના પાંચેક વાગ્યાના સુમારે ખેડૂત દંપતિ તથા તેમના બે દિકરા પરત ઘરે આવી રહ્યા હતા.તે દરમિયાન રસ્તામાં પગદંડી વાળા રસ્તે આવેલા એક ખેતરમાંના અવાવરૂ કુવા પાસે આવ્યા બાદ જયંતીભાઈએ પોતાની પત્ની ધનિકાબેનને પકડી કોઈ કારણસર કૂવામાં ફેંકવાનો પ્રયાસ કર્યો હતો . પરંતુ પત્નીએ પતિના હાથમાંથી યેનકેન પ્રકારે છટકી જઈ જેન્તીભાઈનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો . ત્યારબાદ જયંતીભાઈએ તેમની આંખોના રતન સમા પોતાના બે દીકરાઓ ૧૧ વર્ષીય મેહુલભાઈ તથા આઠ વર્ષીય યાદવભાઈને પકડીને અવાવરૂ કુવામાં ફેંકી દીધા હતા . અને ત્યારબાદ જયંતીભાઈએ પોતે અવાવરૂ કૂવામાં મોતનો ભૂસકો માર્યો હતો . પોતાના પતિ તથા બેહાલસોયા દીકરાઓને પોતાની નજર સામે કૂવામાં પડતા જોઈ ધનિકાબેન મૂછિત થઇ ગઇ હતી . ઘટનાની જાણ થતાં જ ઘટનાસ્થળે દોડી આવેલા ગ્રામજનોએ

૧૫ ઘટનાસ્થળે બોલાવ્યા હતા . પરંતુ આશરે ફૂટે જેટલા કૂવાના પાણીમાં ઝેરી સાપ તથા અન્ય જીવજંતુ ફરતા જોતા તરવૈયાઓએ કૂવામાં કૂદવાની હિંમત કરી ન હતી . ત્યારબાદ ગ્રામજનોએ લોખંડની બિલાડી કૂવાના પાણીમાં નાખી ત્રણેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો . પરંતુ સતત બે કલાકની ભારે જહેમત બાદ લોખંડની બિલાડીથી ત્રણેય લાશોને કૂવામાંથી બહાર કાઢવામાં આવી હતી . આ રીતે પોતાના પતિ તથા બે વહાલસોયા દીકરાઓના અકાળે થયેલા મોતથી ધનિકા બેનના માથે આભ તૂટી પડયું હતું . ઘટનાસ્થળે ભેગા થયેલા પરિવારજનોના હૈયાફાટ રૂદનથી ઘટનાસ્થળે ગમગીની છવાઇ જવા પામી હતી . ઘટનાની જાણ થતાં જ ઘટનાસ્થળે દોડી આવેલી લીમખેડા પોલીસે ત્રણેય મૃતકોની લાશનો કબજો લઇ પંચો અરૂ ત્રણે લાશનું પંચનામું કરી પોસ્ટ મોર્ટમ માટે ત્રણેયની લાશને લીમખેડા સરકારી દવાખાને મોકલી આપી . આ સંદર્ભે લીમખેડા પોલીસે સી.આર.પી.સી ૧૭૪ મુજબના અકસ્માત મોતના ગુનાના કાગળો કરી આગળની તપાસ હાથ ધરી છે . આ સામૂહિક આત્મહત્યા પાછળનું કારણ ઘર ક્રાસકે પછી આર્થિક સંકડામણ હોઈ શકે પરંતુ તેનું સાચું કારણ તો પોલીસ તપાસ બાદ જ બહાર આવે તેમ છે . પરંતુ હાલ તો આ સામૂહિક આત્મહત્યાનું કારણ અકબંધ રહેવાા પામ્યું છે.

error: Content is protected !!