Thursday, 18/04/2024
Dark Mode

દાહોદ:ત્રણ દિવસ અગાઉ શહેરના પંડ્યા ફાર્મ નજીક બેંકના કલેક્શન એજેન્ટ જોડે લૂંટના મામલામાં થયો ચોકાવનારો ખુલાસો:બેંકના એજેન્ટે તેના મિત્ર જોડે લૂંટનો કાવતરૂં ઉભો કર્યો હોવાનું ઘસ્ફોટક, પોલિસે બન્નેની અટકાયત કરી જેલભેગા કર્યા

દાહોદ:ત્રણ દિવસ અગાઉ શહેરના પંડ્યા ફાર્મ નજીક બેંકના કલેક્શન એજેન્ટ જોડે લૂંટના મામલામાં થયો ચોકાવનારો ખુલાસો:બેંકના એજેન્ટે તેના મિત્ર જોડે લૂંટનો કાવતરૂં ઉભો કર્યો હોવાનું ઘસ્ફોટક, પોલિસે બન્નેની અટકાયત કરી જેલભેગા કર્યા

 જીગ્નેશ બારીયા :- દાહોદ 

દાહોદ તા.૦૨

ત્રણ દિવસ અગાઉ દાહોદ શહેરના પંડ્યા ફાર્મ નજીક શ્રી રામ કો – ઓપરેટીવ ક્રેડીટ સોસાયટી લિ,દાહોદમાં એજન્ટ તરીકે ફરજ બજાવતાં એક યુવકની પાસેથી રોકડા રૂા.૧,૯૬,૩૦૦ની બે લુંટ ચાર અજાણ્યા લુંટારૂઓ આ રોકડા રૂપીયા ભરેલ બેગ લઈ ફરાર થઈ ગયા હોવાની આ એજન્ટ યુવક દ્વારા કેફીયત પુર્વકની ફરીયાદ દાહોદ શહેર પોલીસ મથકે નોંધાવી હતી. આ ઘટનાને ગંભીરતાને ધ્યાનમાં લઈ તલસ્પર્શી તપાસનો ધમધમાટ આરંભ કરતાં એજન્ટ યુવક પરજ પોલીસને શંકા જતાં તેની ઘનિષ્ઠ પુછપરછ કરતાં યુવકે જાતે જ પોતાના એક સાથી મિત્રની મદદથી આ લુંટની ઘટનાનું સુનિયોજીત કાવતરૂ રચ્યું હોવાનું બહાર આવતાં બેંક સત્તાધિશોમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. આ એજન્ટ યુવક દ્વારા બેન્કના રિકવર કરેલ નાણાં વપરાઈ ગયા હોવાથી આ લુંટનું કાવતરૂ રચ્યું હતું. પોલીસે એજન્ટ યુવક તેમજ તેના સાથી મિત્રની તાત્કાલિક ધરપકડ કરી તેઓની પાસેથી રોકડા રૂા.૬૪,૨૦૦ રિકવર કર્યાનું પણ જાણવા મળે છે.

દાહોદ તાલુકાના રળીયાતી ગામે સાંસીવાડ વિસ્તારમાં રહેતો અને દાહોદમાં આવેલ શ્રી રામ કો.ઓપરેટીવ ક્રેડીટ સોસાયટી લિ.,દાહોદમાં એજન્ટ તરીકે ફરજ બજાવતો હેમંતકુમાર પ્રકાશભાઈ ભાના (સાંસી) દ્વારા ગત તા.૩૦મી નવેમ્બરના રોજ નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, તે દિવસે રાત્રીના દશેક વાગ્યાના અરસામાં બે મોટરસાઈકલ પર આવેલ ચાર અજાણ્યા લુંટારૂઓએ તેની પાસે રહેલ બેન્ક રિકવરના રોકડા રૂપીયા ૧,૯૬,૩૦૦ની બેગ લુંટારૂઓ હેમંતભાઈને શરીરે બ્લેડ તેમજ મારી નાંખવાની ધમકી આપી લુંટી લઈ ગયા હતા. આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ દાહોદ એલ.સી.બી.પોલીસે તપાસનો આરંભ કરતાં સૌ પ્રથમ જ આ હેમંત ઉપર પોલીસને શંકાની સોઈ ગઈ હતી અને પોલીસે ટેકનીકલ સોર્સ મારફતે તેમજ જુદી જુદી ટીમો બનાવી આ કેસ તરફ તપાસ હાથ ધરી હતી અને હેમંતને બોલાવી કડક હાથે તેની પુછપરછ કરતાં તેને કબુલ્યું હતુ કે, પોતાના પરચુરણ કામ અર્થે રૂા.૧,૩૨,૦૦ વાપરી નાંખ્યા હતા અને જે પૈસા બેન્કમાં ભરવા ના પડે તે માટે આ લુંટનો પ્લાન કર્યાે હતો અને તેના મિત્ર પંકજ અશોકકુમાર દેવયાની (સિંધી)ને દાહોદ પંડ્યા ફોર્મ નજીક બોલાવી લુંટના પ્લાનની સમજ આપી હતી. બેન્કના વાપરતા લીધેલ બાકીના રૂા.૬૪,૧૦૦ પંકજને આપ્યા હોવાનું પણ કબુલ્યું હતુ.

પોલીસે આ બાદ ઉપરોક્ત બંન્ને જણાની તાત્કાલિક અટકાયત કરી તેઓની પાસેથી રૂા.૬૪,૨૦૦ રિકવર કર્યા હતા. આમ, દાહોદ એલ.સી.બી.પોલીસે આ ગુન્હાનો ભેદ ગણતરીમાં ઉકેલી નાંખ્યો હતો ત્યારે બીજી તરફ બેન્ક આલમમાં પણ આ ઘટનાને પગલે એકક્ષણે સ્તબ્ધતાનો માહોલ છવાઈ ગયો હતો.

error: Content is protected !!