ફતેપુરામાં કોરોના સંક્રમણને નાથવા તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે નગરના વિવિધ માર્ગો પર પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરાયું

Editor Dahod Live
1 Min Read

  શબ્બીર સુનેલવાલ :- ફતેપુરા 

ફતેપુરા પોલીસ નગરના વિવિધ માર્ગોપર ફૂટ પેટ્રોલિંગ કરાયું હતું,તહેવારો અને કલેકટરશ્રી જાહેરનામા મુજબ રવિવારે દુકાન ખોલવા પર પ્રતિબંધ હોય ફુટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું

ફતેપુરા તા.29

ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા નગરમાં ફતેપુરા પી.એસ.આઇ .સી.બી બરંડાની આગેવાની હેઠળ ફતેપુરા પોલીસ નગરના વિવિધ માર્ગો પર પેટ્રોલિંગ કરવામાં આવેલ હતો.હાલમાં દેવ દિવાળીના તહેવારો ચાલતા હોય તેમજ કોરોના સંક્રમણ કાબૂમાં રાખવા માટે અને કોરોના સંક્રમણ વધતું અટકે તે માટે કલેકટરશ્રી એ જાહેરનામું પ્રસિદ્ધ કરી દર રવિવારે વેપારીઓએ ધંધા-રોજગાર બંધ રાખવા માટેનું જાહેરનામું પ્રસિદ્ધ કરેલો હોય તેનો ચૂસ્તપણે અમલ થાય અને લોકો તહેવારો સોશિયલ ડિસ્ટન્સ રાખી માસ્ક પહેરી શાંતિપૂર્ણ વાતાવરણમાં તહેવારોની ઉજવણી થાય તે માટે ફતેપુરા પી.એસ.આઇ સી બી બરંડા તેમજ પોલીસ દ્વારા ફતેપુરા નગરના મેન બજાર ઝાલોદ રોડ ઘુઘસ રોડ જુના એસ.ટી સ્ટેન્ડ વિસ્તાર મા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવેલ હતું આજરોજ રવિવારના દિવસે કલેક્ટ શ્રી ના જાહેરનામા મુજબ નગરના તમામ વેપારીઓએ ધંધા-રોજગાર બંધ રાખ્યા હતા

Share This Article