સંતરામપુર નગરના માઈક્રો કંટેઇન્મેન્ટ ઝોનમાં આર.બી એસ.કે ટીમ દ્વારા સર્વેની કામગીરી કરાઈ

Editor Dahod Live
1 Min Read

 ઇલ્યાસ શેખ :- સંતરામપુર 

સંતરામપુર તા.23

સંતરામપુર નગરમાં માઇક્રો કંટેઇન્મેન્ટ એરિયામાં પોઝિટિવ દર્દીઓને અને હોમ આઇશોલેશનમાં વિસ્તારોમાં આર.બી એસ.કે ટીમ દ્વારા ટેમ્પરેચર અને તપાસ કરવામાં આવી હતી.

તમામ દર્દીઓને ઘરે જઈને આરોગ્ય વિભાગ દ્વારા લક્ષણોની તપાસ કરવામાં આવી હતી.અને રોગપ્રતિકારક શક્તિનો વધારો થાય તેના હેતુથી આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું.તથા હોમિયોપેથીક દવા આઇકોનિક આલ્બમ દવાનું વિતરણ કરવામાં આવ્યું હતું.અને આરોગ્ય ટીમ દ્વારા દરેક વિસ્તારના તમામ વ્યક્તિઓને સરકારની ગાઇડલાઇન મુજબ માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલું હતું.સુચના આપવામાં આવેલી હતી કે ઘરના દરેક વ્યક્તિએ એકબીજાથી સામાજિક અંતર જાળવવો તેમજ  સોશ્યલ  ડિસ્ટન્સટીંગનો પાલન કરવો માસ્ક  અવશ્ય પહેરી રાખો. સેનીટાઇઝરનો ઉપયોગ કરવો વારંવાર સાબુથી હાથ ધોવા દરેક વિસ્તારમાં પોઝીટીવ આવેલા દર્દીઓને માર્ગદર્શક સૂચના આપવામાં આવી હતી.

Share This Article