Thursday, 16/01/2025
Dark Mode

દાહોદ એલ.સી.બી. પોલીસે છેલ્લા કેટલાક સમયથી વિવિધ ગુન્હાઓમાં સંડોવાયેલ ૮ જેટલા વોન્ટેડ આરોપીઓને અલગ અલગ જગ્યાએ કોમ્બીંગ દરમિયાન ઝડપી પાડી જેલ ભેગા કર્યા

દાહોદ એલ.સી.બી. પોલીસે છેલ્લા કેટલાક સમયથી વિવિધ ગુન્હાઓમાં સંડોવાયેલ ૮ જેટલા વોન્ટેડ આરોપીઓને અલગ અલગ જગ્યાએ કોમ્બીંગ દરમિયાન ઝડપી પાડી જેલ ભેગા કર્યા

 જીગ્નેશ બારીયા :- દાહોદ 

દાહોદ તા.૨૩

દાહોદ એલ.સી.બી. પોલીસે જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી વિવિધ ગુન્હાઓમાં સંડોવાયેલ ૮ જેટલા આરોપીઓને અલગ અલગ જગ્યાએ કોમ્બીંગ હાથ ધરી તેમજ મળેલ બાતમીના આધારે આ આઠેય નાસતાં ફરતાં વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડી જેલ ભેગા કર્યાનું જાણવા મળે છે.

દાહોદ એલ.સી.બી. પોલીસે છેલ્લા કેટલાક સમયથી વિવિધ ગુન્હાઓમાં સંડોવાયેલ ૮ જેટલા વોન્ટેડ આરોપીઓને અલગ અલગ જગ્યાએ કોમ્બીંગ દરમિયાન ઝડપી પાડી જેલ ભેગા કર્યાનાસતા ફરતાં ઝડપી પાડવામાં આવેલ આરોપીમાં પ્રથમ ખુનની કોશીષ અને રાયટીંગના ગુનામાં નાસતા (૧) ગદેસિંગભાઈ ભારતાભાઈ પલાસ અને (૨) કોલેશભાઈ મડીયાભાઈ પલાસ (બંન્ને રહેવાસી. આંબલી ખજુરીયા, સીમોડા ફળિયા,તા.ગરબાડા,જિ.દાહોદ)ને દાહોદ એલ.સી.બી.પોલીસે તેમના આશ્રય સ્થાને ગત તા.૨૧મી નવેમ્બરના રોજ મળેલ બાતમીના આધારે ઝડપી પાડ્યા હતા. આ બંન્ને આરોપીઓ તહેવારની ઉજવણી અર્થે પોતાના ગામમાં આવ્યા હોવાની એલ.સી.બી.પોલીસને બાતમી મળી હતી.

દાહોદ એલ.સી.બી. પોલીસે છેલ્લા કેટલાક સમયથી વિવિધ ગુન્હાઓમાં સંડોવાયેલ ૮ જેટલા વોન્ટેડ આરોપીઓને અલગ અલગ જગ્યાએ કોમ્બીંગ દરમિયાન ઝડપી પાડી જેલ ભેગા કર્યાનાસતા ફરતાં આરોપીઓમાં ઘરફોડ ચોરીમાં સંડોવાયેલ એવો આરોપી જસીયાભાઈ વરસીંગભાઈ ભાભોર (રહે.વરમખેડા,તા.જિ.દાહોદ) પણ તેના આશ્રય સ્થાનેથી પોલીસને મળેલ બાતમીના આધારે ગત તા.૨૨મી નવેમ્બરના રોજ ઝડપી પાડ્યો હતો.

દાહોદ એલ.સી.બી. પોલીસે છેલ્લા કેટલાક સમયથી વિવિધ ગુન્હાઓમાં સંડોવાયેલ ૮ જેટલા વોન્ટેડ આરોપીઓને અલગ અલગ જગ્યાએ કોમ્બીંગ દરમિયાન ઝડપી પાડી જેલ ભેગા કર્યાઆણંદ તેમજ ખેડા જિલ્લામાં બનેલ ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલ સંજયભાઈ ભરતભાઈ પારસીંગભાઈ ભાભોર અને દિલીપભાઈ રતનાભાઈ નારસીંગભાઈ ભાભોર (બંન્ને રહે.છરછોડા,સરપંચ ફળિયુ,તા.ગરબાડા,જિ.દાહોદ) ને તેમના આશ્રય સ્થાનેથી ગત તા.૨૨મી નવેમ્બરના રોજ ઝડપી પાડી તેઓની પાસેથી ચોરીના ચાંદીના પાયલ, રોકડા રૂપીયા, ચાંદીના નવી કંઠી વિગેરે મળી કુલ રૂા.૭૦૫૦ નો મુદ્દામાલ કબજે કર્યાે હતો.

પ્રોહીબીશનના ગુન્હામાં નાસતાં ફરતો આરોપી મુકેશભાઈ રૂપસીંગભાઈ બીલવાળ (રહે.કાંકરીડુંગરી, તા.લીમખેડા,જિ.દાહોદ)ને પણ પોલીસને મળેલ બાતમીના આધારે ગત તા.૨૧મી નવેમ્બરના રોજ તેના રહેણાંક વિસ્તારમાંથી ઝડપી પાડી જેલ ભેગો કર્યાે હતો
ત્યારે બીજી તરફ આવશ્યક ચીજવસ્તુ ધારાના ગુન્હામાં છેલ્લા કેટલાક સમયથી નાસતા ફરતાં આરોપી (૧) પારસીંગભાઈ જગજીભાઈ સંગાડા તથા (૨) પ્રવિણભાઈ પારસીંગભાઈ સંગાડા (બંન્ને રહેવાસી. ધાણીખુંટ, ક્વોરી ફળીયું,તા.ફતેપુરા,જિ.દાહોદ) ને પણ દાહોદ એલ.સી.બી.પોલીસને મળેલ બાતમીના આધારે ગત તા.૨૨મી નવેમ્બરના રોજ તેમના રહેણાંક વિસ્તારમાંથી ઝડપી પાડ્યા હતા.

 

error: Content is protected !!