Wednesday, 12/02/2025
Dark Mode

દાહોદ તાલુકાના નસીરપુર ગામના મહાકાળીના મંદિરમાં લાગી આગ:પોલિસે કાર્યવાહી હાથ ધરી

દાહોદ તાલુકાના નસીરપુર ગામના મહાકાળીના મંદિરમાં લાગી આગ:પોલિસે કાર્યવાહી હાથ ધરી

  જીગ્નેશ બારીયા :- દાહોદ 

દાહોદ તા.૨૪

દાહોદ તાલુકાના નસીરપુર ગામે આવેલ મહાકાળી માતાજીના મંદિરે આજરોજ કોઈક અસમાજીક તત્વો અથવા તો વિધ્નસંતોષી વ્યક્તિઓ દ્વારા આ મંદિરમાં આગ લગાડી હોવાના આક્ષેપો સાથે મંદિરના પુજારી સહિત વિશ્વ હિન્દુ પરિષદના લોકો મંદિર તરફ દોડી આવ્યા હતા અને પોલીસને પણ જાણ કરતાં પોલીસ પણ આવી પહોંચી તપાસનો ધમધમાટ આરંભ કરી છે.

નસીરપુર ગામે દરગાહની પાછળ વર્ષાે જુનુ મહાકાળી માતાજીનું મંદિર આવેલું છે. આ મંદિરમાં દર વર્ષ નવરાત્રીની આઠમમાં હવન કાર્યક્રમ પણ યોજવામાં આવતો હતો પરંતુ આ વખતે કોરોના કાળને કારણે આ વખતે આ મંદિરમાં હવનનો કાર્યક્રમમાં મોકુફ રાખવામાં આવ્યો હતો. મંદિરના પુજારી દ્વારા જણાવ્યા અનુસાર, ગતરોજ સાતમની રાત્રીના આઠેક વાગ્યે મંદિરેથી ઘરે નીકળ્યા હતા અને આજે આઠમના દિવસે વહેલી સવારના ૬ વાગ્યાના સમયે મંદિરે આવતા મંદિર સહિત સમગ્ર સામગ્રી બળેલી હાલતમાં નજરે પડતાં પુજારી હેબતાઈ ગયા હતા. આ ઘટનાની સ્થાનીકોને જાણ કરતાં સ્થાનીકો પણ સ્થળ પર આવી પહોચ્યા હતા. પુજારીના જણાવ્યા અનુસાર, આગ કોઈક દ્વારા લગાડી હોવાનું પ્રતિત થઈ રહ્યું છે તેમ જણાવ્યું હતુ ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ, દાહોદના સદસ્યો પણ સ્થળ પર આવી પહોચ્યા હતા અને તેઓએ પણ આગ લગાડવામાં આવી હોવાનું પ્રથમ દ્રષ્ટિએ અનુમાન લગાવ્યું હતુ અને પોલીસ આ દિશામાં નિષ્પક્ષ અને તટસ્ટ તપાસ હાથ ધરે તેવી સ્થાનીકો દ્વારા લાગણી અને માંગણી ઉઠવા પામી છે.

———————————–

error: Content is protected !!